મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

ઈન્દિરાજી, લેહ ગયા હતા તો પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું: જોઈએ , મોદી શું કરે છે ?: કોંગ્રેસનો કટાક્ષ

નવી દિલ્હી : પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ચીનને સંદેશો આપવાના રૂપમાં મનાય છે. મોદી આજે સવારે અચાનક લદ્દાખ પહોંચ્યા છે.

 વડાપ્રધાન મોદીની આ મુલાકાતને લઈને કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ એક તસ્વીર શેર કરી છે શેર કરેલા આ ફોટોમાં ઈંદિરા ગાંધી સેના જવાનોને સંબોધિત કરતા નજરે આવી રહ્યા છે. ફોટા સાથે મનિષ તિવારીએ લખ્યું, જ્યારે તેઓ ( ઈંદિરા ગાંધી ) લેહ ગયા હતા તો પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું હતું. જોઈએ છે તેઓ ( મોદી ) શું કરે છે ? ઇંદિરાનો આ ફોટો 1971ના યુદ્ધ પહેલાનો છે. જેમાં તેઓએ લેહમાં સૈનિકોને સંબોધિત કર્યા હતા.

(1:27 pm IST)