મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

કોરોનાઃ દેશમાં ૨૪ કલાકમાં ૩૭૯ લોકોના મોતઃ કુલ મૃત્યુઆંક ૧૮૨૧૩

છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૯૦૩ નવા કેસ સામે આવ્યાઃ કુલ કેસની સંખ્યા થઈ ૬૨૫૫૪૪: અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૪૮૭૯ નવા કેસ

નવી દિલ્હી, તા. ૩ :. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૯૦૩ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૩૭૯ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસના કુલ ૬૨૫૫૪૪ કેસ થઈ ગયા છે. આમાથી ૩૭૯૮૯૨ લોકો સાજા થયા છે અથવા તો હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તો કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૧૮૨૧૩ લોકોના મોત થયા છે.

આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ કરવામાં આવેલા કુલ સેમ્પલની સંખ્યા ૯૨૯૭૭૪૯ છે. જેમાંથી ૨૪૧૫૭૬ સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું.

ભારતમાં ગઈકાલે જ સંક્રમિતોની સંખ્યા ૬ લાખની ઉપર ચાલી ગઈ હતી. છેલ્લા ૫ દિવસમાં જ ૧ લાખ કેસ સામે આવ્યા છે. દેશમાં ૬૦ ટકાથી વધુ દર્દીઓ સાજા થયા છે.

દેશમાં કોરોના વાયરસના કેસ ૧ લાખ પહોંચવામાં ૧૧૦ દિવસ લાગ્યા હતા જ્યારે ૪૪ દિવસમાં કેસ ૬ લાખ ઉપર ચાલ્યા ગયા છે.

(10:26 am IST)