મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

LAC પર તણાવ ઘટ્યો :ગલવાન ઘાટીમાં ચીની સેના સેના 2 કિ.મી અને ભારતીય સેના 1 કી,મી,પાછળ હટી

6 જૂને બંને દેશોની વચ્ચે જે બેઠક યોજાશે : પેંગોંગ વિસ્તારમાં બંને સેનાઓ સામસામે હતી

 

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના થોડી પાછળ હટી ગઈ છે. અહેવાલ મુજબ ચીનની સેના 2 કિલોમીટર અને ભારતીય સેના પોતાની જગ્યાથી 1 કિલોમીટર પાછળ હટી છે. ફિંગર ફોર વિસ્તારમાં ઘણા દિવસોથી બંને દેશોની સેના એકબીજા સામે ઉભી છે. ગલવાન ઘાટીમાં ફોર ફિંગર વિસ્તારમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે ઘણા દિવસોથી તણાવની સ્થિતી બનેલી છે. 6 જૂને બંને દેશોની વચ્ચે જે બેઠક યોજાવાની છે. તેમાં પેંગોંગ પર વધારે ફોક્સ રહેવાની સંભાવના છે. ચીની સેના ફિંગર ફોર વિસ્તારમાં ઘણા દિવસોથી ઉભી છે, જે ભારતના નિયંત્રણમાં છે.

(11:32 pm IST)