મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

CBSE : ૯ જુન સુધી પરીક્ષા કેન્દ્ર બદલવા અરજી થઇ શકશે

અમદાવાદ, તા. ૩ : સીબીએસઇ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બાકી રહેલી પરીક્ષાઓને લઇ વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના જાહેર કરવામાં આવી છે. તે મુજબ હવે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના જાહેર કરવામાં આવી છે તે મુજબ હવે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ૯ જૂન સુધી પોતાના શહેર અને જિલ્લા પરીક્ષા કેન્દ્ર બદલી શકે છે, જો કે તેના માટે તેમણે અરજી કરવી પડશે. સીબીએસઇ દ્વારા ધો.૧૦ અને ૧રના બાકી રહેલા પેપરોની પરીક્ષા ૧થી ૧પ જુલાઇમાં લેવાશે. બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર બદલવાની મંજૂરી આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે અન્ય જિલ્લા કે રાજયમાં ચાલ્યા ગયા છે તેઓ ત્યાંના સ્થાનિક પરીક્ષા કેન્દ્રમાં પણ બાકી રહેલી બોર્ડની પરીક્ષાઓ આપી શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ આ અરજી પોતાની સ્કૂલને કરવી પડશે. વિદ્યાર્થીઓ પોતાના જૂના એડમિટ કાર્ડ અને આઇડી સાથે જ અન્ય શહેરોમાં પરીક્ષા આપી શકશે.

(4:24 pm IST)