મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

શું સરકાર કહેશે કે ચીનનો કોઇ સૈનિક ભારતીય સરહદમાં દાખલ થયો નથી ? : લદાખમાં ધુસણખોરી મામલે રાહુલ ગાંધીનો સવાલ

એક સમાચારને ટાંકીને રાહુલે ટ્વીટ કર્યું કે શું ભારત સરકાર આ અંગેની પુષ્ટી કરી શકે છે ?

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનના સૈનિકોની ઘૂસણખોરીના સમાચારને લઇને સવાલ  કર્યો કે શું સરકાર આ વાતની પુષ્ટી કરી શકે છે કે ચીનની સેનાનો કોઇ સૈનિકે ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો નથી?

રાહુલ ગાંધીએ એક સમાચારના સંદર્ભ આપતા ટ્વિટ કર્યું કે, શું ભારત સરકાર આ અંગેની પુષ્ટી કરી શકે છે કે ચીનનો કોઇ સૈનિક ભારતીય સરહદમાં દાખલ થયો નથી ?

 અત્રે ઉલ્લેખનીય છે કે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે વાસ્તવિક નિયંત્રણ લાઇન (LAC) પર અંદાજે એક મહિનાથી ચાલી રહેલા ગતિરોધના સંદર્ભમાં બુધવારે જણાવ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં ચીનના સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે અને ભારત પણ કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે બધા જરૂરી પગલા ઉઠાવી રહ્યું છે.

(1:55 pm IST)