મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

પીએમ કેર્સ ભંડોળમાંથી પ્રવાસી મજૂરોને વ્યક્તિદીઠ 10,000 રૂપિયાની સહાય કરવા મમતા ની માંગણી

કોરોના મહામારીને કારણે લોકોને આર્થિક મુશ્કેલી

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માંગ કરી છે કે, પીએમ કેર્સ માં એકત્રિત કરવામાં આવેલા ભંડોળ દ્વારા પ્રવાસી નાગરિકોને 10,000 રૂપિયા પ્રતિ વ્યક્તિની આર્થિક સહાય આપવામાં આવે. મુખ્યમંત્રીએ આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમાં તેમણે લખ્યું છે કે, રોગચાળાને કારણે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે, અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિતના સ્થળાંતર કામદારોને વ્યક્તિ દીઠ 10,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવી. પીએમ કેર્સ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળ આ માટે વાપરી શકાય છે.

 અત્રે ઉલેલ્ખનીય છે કે  ભાજપ અને મમતા બેનર્જી વચ્ચે સ્થળાંતર કામદારોને સુવિધા પૂરી પાડવાના સંદર્ભમાં મૌખિક લડાઇ આ દિવસોમાં ભારે છે. ભાજપે મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે, તેઓ પરપ્રાંતિયોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ નથી. જ્યારે મમતા રેલવે અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોને દોષી ઠેરવી રહી છે.

(1:24 pm IST)