મુખ્ય સમાચાર
News of Monday, 3rd June 2019

રિટાયર્ડ ચીફ જસ્ટિસ લોઢાને હેકર્સે એક લાખનો ચૂનો લગાવ્યો

મેલ મોકલીને મેડિકલ ઈમરજન્સી માટે લોઢા પાસેથી મદદ માંગી હતી

નવીદિલ્હી, તા.૩: સામાન્ય બની રહેલાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં હાઇ-પ્રોફાઇલ કિસ્સો સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ લોઢા સાથે બન્યો છે. હાલ દિલ્હીમાં રહેતા નિવૃત ચીફ જસ્ટિસ આર.એમ. લોઢા સાથે એક લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ છે.

જસ્ટિસ લોઢાએ કરેલી પોલીસ ફરિયાદને ટાંકીને જણાવે છે કે જસ્ટિસ લોઢાના સતાવાર ઇમેલ એકાઉન્ટ પર તેમના એક જાણીતા વ્યકિતનો મેલ ૧૯ એપ્રિલના રોજ રાતે પોણા બે વાગે આવ્યો હતો.

મેલમાં કહ્યું હતું કે તેઓ ફોન પર ઉપલબ્ધ નથી અને મદદની જરૂર છે. ચીફ જસ્ટિસે મેલનો જવાબ આપતા રાતે પોણા ચાર વાગે ફરી મેલ આવ્યો હતો અને જેમાં પિતરાઈની સારવાર માટે તાત્કાલિક લાખ રૂપિયાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું હતું.

ત્યારબાદ મેલથી જ પૂર્વ ચીફ જસ્ટિસને સર્જન ડોકટરના બેન્ક એકાઉન્ટની વિગતો મોકલવામાં આવી હતી. નિવૃત્ત્। જસ્ટિસ લોઢાએ સવારે ૫૦,૦૦૦ અને સાંજે ૫૦,૦૦૦ એમ કરીને એક લાખ રૂપિયા એ એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતા. ત્યારબાદ ૩૦ મેના રોજ પૂર્વ ચીફ જસ્ટિસ લોઢાએ જેમના નામે પૈસા ટ્રાન્સફર કર્યા તે વ્યકિતનો મેલ આવ્યો હતો રે ૧૮-૧૯ એપ્રિલ દરમિયાન એમનું ઇમેલ એકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હતું.

(12:10 pm IST)