મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

ધારાસભામાં માસ્ક વિના આવેલ ભાજપ ધારાસભ્યે કહ્યું કોરોના કયાં છે ? ખત્મ થઇ ગયો !! અને થોડા દિવસોમાં જ તેમને કોરોના વળગ્યો, આઇસીયુમાં બેડ ન મળ્યો : કરૂણ મૃત્યુ : કેવી લાપરવાહી ?

લખનૌ : ઉત્તરપ્રદેશના ભાજપ ધારાસભ્ય કેસરસિંહ ગંગવારનું ૨૮ એપ્રિલે કોરોનાથી મૃત્યુ થયું છે. તેમના મૃત્યુ પછી એક વિડિઓ વાયરલ થયો છે. આ વિડિઓ એ સમયનો છે જ્યારે કેસરસિંહ યુપી વિધાનસભામાં પહોંચ્યા હતા અને એક ટીવી ચેનલના રિપોર્ટરે તેમને પૂછેલ કે કોરોના કાળ છે અને તમે માસ્ક પણ પહેરેલ નથી ? તો જવાબમાં ભાજપ ધારાસભ્ય કેસરસિંહજીએ કહેલ કે માસ્ક ? હવે કોવિડ ખત્મ થઇ ગયેલ છે. હવે કોવિડ કયાં છે ? આવું કહી આ ધારાસભ્ય મોબાઇલમાં વાતો કરતા કરતા આગળ નિકળી ગયેલ.

આ પછી થોડા સમયમાં જ કોરોના સામે સદંતર લાપરવાહી, માસ્ક પહેર્યા વિના લોકોને મળવાનું કેસરસિંહજીને ભારે પડી ગયું. તેમની તબિયત લથડી, કોરોના પોઝિટિવ આવેલ. ૧૦ એપ્રિલે બરેલીની રામ મૂર્તિ મેડિકલ કોલેજમાં દાખલ કર્યા. કુટુંબીજનો કહે છે કે કેસરસિંહને ૨૪ કલાક સુધી આઇસીયુમાં એક બેડ મળી ન હતી તેથી નોએડાની યથાર્થ હોસ્પિટલમાં લઇ જવાયા જ્યાં ૨ જ દિવસમાં ૨૮ એપ્રિલે કેસરસિંહ ગંગવારનો કોરોનાએ જીવનદિપ બુઝાવી દીધો. તેમના પુત્ર વિશાલે યોગી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. યુપી સરકાર ઇલાજ ન કરી શકી, સીએમ ઓફિસે અનેક ફોન છતાં જવાબ મળ્યા ન હતા. થોડી લાપરવાહીથી કેવો ભયાનક કાંડ સર્જાઇ ગયો...

(4:08 pm IST)