મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

બંગાળથી માંડીને પોંડીચેરી સુધી કોંગ્રેસની નાવ ડૂબી

રાહુલ - પ્રિયંકાની જોડીનો જાદુ પણ આસામમાં ચાલ્યો નહિ : મમતાની આંધીમાં કોંગ્રેસ ઉડી

નવી દિલ્હી તા. ૩ : દેશની સત્તા પર વર્ષો સુધી રાજ કરતી કોંગ્રેસ પાર્ટીનુંપશ્યિમ બંગાળથી માંડીને પોન્ડિચેરી સુધી ખુબજખરાબ પ્રદર્શન રહ્યું. તેમ છતાં પક્ષ અન્યની હાર જીત પર જ ખુશી જણાય રહી છે.બંગાલમાંએક બાજુ મમતાની આંધીમાં બીજેપીનું સરકાર બનાવાનુંસપનું તૂટી ગયું. કોંગ્રેસ પક્ષે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત કેરળ, આસામ અને પોન્ડિચેરીમાં પણ કોંગ્રેસ પક્ષને ભારે નુકશાનનોસામનો કરવો પડ્યો છે.

બંગાળમાં સૌથી મોટો ઝાટકોવામપંથી દળો અને કોંગ્રસનાગઢબંધનનેલાગ્યો છે જેનું ખાતું પણ ખુલી શકયું નથી. રાજયમાં ત્રણ દાયકા સુધી સતત શાસન કરતી કોંગ્રેસ પ્રથમ વાર વિધાનસભાથી બહાર રહેશે. વામપંથી દળ અને કોંગ્રેસના ગઢબંધનનું ઊંધા માથે પટકાવુતૃણમૂલ કોંગ્રેસ માટે અત્યંત ફાયદો થયો છે. તેને આરામથી ૨૦૦ પારનો આંકડો મેળવ્યો છે. જયારેબીજેપી ત્રણ અંકોસુધી પણ પહોંચી શકી નહીં. કોંગ્રેસ પક્ષ એ પણ સીટ પર જીત નોંધાવીનેઅસફળરહ્યું છે.

૨૦૧૯નીલોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએકેરળનીવાયનાડ સીટથી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. ત્યાંથી તેને બંપર જીત પણ મળી હતી. ત્યારબાદ સતત કેરળનો પ્રવાસ કરી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં પણ તેને પુરી તાકાત લગાડીદીધી હતી. તેઓએસૌથી વધુ સમય કેરળમાં જ વિતાવ્યો હતો. આસામમાં ચૂંટણી ખતમ થવાની સાથે જ કોંગ્રેસેતેમનાદરેક ઉમેદવારોને બીજા રાજયોમાં શિફટ કરી દીધું હતું. તેઓનેએકેસમયે લાગ્યું હતું કે તેઓ સતાની નજીક પહોંચે છે.જોકે પરિણામ કંઈક બીજું આવ્યું. આસામ ચૂંટણીમાં રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધીએખુબ ચૂંટણી પ્રચાર કર્યો. તેઓએમતદારોને લુભાવ માટે સોફટ હિંદુત્વનોસહારો પણ લીધો છે છતાં રાજયોની સતામાં સફળતા મળી નથી.

(12:53 pm IST)