મુખ્ય સમાચાર
News of Friday, 3rd May 2019

PM મોદીની બાયોપિક ૨૪ મેના રોજ થશે રિલીઝ

૧૧ એપ્રિલનાં રિલીઝ થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે તેની રિલીઝ ડેટ ટળતા હવે

મુંબઇ તા. ૩ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મમાંથી એક છે. ગત કેટલાંક દિવસોથી ફિલ્મની રિલીઝ ડેટને લઇને ઘણી જ બબાલ ચાલી રહી છે આમ તો આ ફિલ્મ ૧૧ એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી પણ એક દિવસ પહેલાં જ ફિલ્મની રિલીઝ પર રોક લાગી હતી. ફિલ્મની રિલીઝને લઇને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. લોકસભા ચૂંટણીને કારણે ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવી હતી. હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. આ ફિલ્મ ૨૪ મે ૨૦૧૯ના  રોજ રિલીઝ થશે.ફિલ્મનાં પ્રોડ્યુસર સંદીપ સિંહે આ વિશે વાત કરતાં કહ્યું કે, એક જવાબદાર નાગરીક હોવાને કારણે અમે દેશનાં કાયદાની ઇજ્જત કરીએ છીએ. તે વિશે ચર્ચા કર્યા બાદ અમે નિર્ણય પર પહોચ્યા છીએ. લોકસભા ચૂંટણી થયા બાદ અમે આ ફિલ્મને રિલીઝ કરીશું. અમે આ ફિલ્મ ૨૪ મેનાં રોજ રિલીઝ કરીશું. ૨૩ મેનાં રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થશે અને ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ PM નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ થશે.

(3:44 pm IST)