મુખ્ય સમાચાર
News of Friday, 3rd May 2019

કેરળમાં મુસ્લિમ સોસાયટીએ કોલેજમાં બુરખો પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ

મલ્લાપુરમ્ની મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીએ કોલેજ પરિસરમાં બુરખો પહેરવા કે મોઢું ઢાકવા પર પ્રતિબંધ મૂકી દીધો

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ બાદ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે જે બાદમાં ભારતમાં પણ બુરખો પહેરવાને લઈને રાજકારણ ગરમાયું છે આ મામલે શરૂ થયેલા રાજકારણ બાદ કેરળની એક કોલેજે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

   કેરળના મલ્લાપુરમ્ સ્થિત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીએ કોલેજ પરિસરમાં બુરખો પહેરવા કે પછી મોઢું ઢાકવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ છોકરીઓને બુરખો પહેરીને કોલેજ આવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
   આ પહેલા શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામાન'ના એક લેખમાં કહ્યું હતું કે ચહેરો ઢાકવો અથવા બુરખો પહેરવો રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો બની શકે છે. બુરખો પહેરવાને કારણે સુરક્ષા કર્મીઓ લોકોની ઓળખ નથી કરી શકતા, આ વાતનો આતંકીઓ ફાયદો ઉઠાવી શકે છે.

(1:12 pm IST)