મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

ભગવાન રામલલાનો જન્મોત્સવ વૈદિક મંત્રોચ્ચાર સાથે મનાવ્યો : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ

રામલલાની સુરક્ષામાં તહેનાત 2400 પોલીસ કર્મચારીઓને પ્રસાદ અપાયો

અયોધ્યા : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ગઠન બાદ પહેલી વખત ભગવાન રામલલાનો જન્મોત્સવ વૈદિક મંત્રોચ્ચાર સાથે મનાવવામાં આવ્યો. સાથે જ પહેલી વખત રામલલાની સુરક્ષામાં તહેનાત 2400 પોલીસ કર્મચારીઓને પ્રસાદ આપવામાં આવ્યો. તેઓએ કહ્યું કે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એકાઉન્ટ રામનવમીથી સાર્વજનિક કરવામાં આવ્યું છે.

  ટ્રસ્ટના બે એકાઉન્ટ છે જેમાં એક શેવિંગ અને એક કરંટ છે, ત્યારે આ બંને ખાતાના નંબર અને પાન કાર્ડ નંબર પણ સાર્વજનિક કરવામાં આવ્યાં છે. રામ જન્ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે કહ્યું કે કોરોનાને કારણે મંદિર નિર્માણના કાર્યમાં અડચણ આવી છે, દેશમાં હાલ સંકટનો સમય ચાલી રહ્યો છે. ત્યારે આ સંકટ સમાપ્ત થતાંની સાથે જ મંદિર નિર્માણનો પ્રારંભ થઈ જશે. દેશ અને જીવની રક્ષા આપણો પહેલો ઉદ્દેશ્ય છે તે વાત પર પણ ચંપત રાયે ભાર મુક્યો હતો.

(1:25 pm IST)