મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

તબલીગ જમાતના લોકો કવોરન્ટાઈન સેન્ટરમાં કપડા વગર ફરી રહ્યા છેઃ નર્સોની સામે અભદ્ર ઈશારા કર્યા

ગાઝિયાબાદના CMOએ જિલ્લાના DMને ફરિયાદ કરી

નવી દિલ્હી, તા.૩: ગાઝિયાબાદના સીએમઓએ ગુરુવારે શામ જિલ્લાના ડીએમથી એમએમજી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કવોરન્ટાઈન સેન્ટરમાં રહી રહેલા તબલીગ જમાતના લોકોની ફરિયાદ કરી છે. સીએમઓએ જણાવ્યું છે કે કવોરન્ટાઈન સેન્ટરમાં તબલીગ જમાતના લોકો કપડા વગર જ ફરી રહ્યા છે અને નર્સોની સામે અભદ્ર ઈશારા કરી રહ્યા છે. ડીએમએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ફરિયાદ મળતાની સાથે જ પોલીસ પણ એમજીએમ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે.

અગાઉ તબલીગ  જમાતના ૧૬૭ લોકોને બસો દ્વારા મંગળવારે રાત્રે નવ વાગ્યે તુગલકાબાદ કવોરન્ટાઈન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને બંને જગ્યાઓએ રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારના અધિકારીએ જણાવ્યું છે કે, આ લોકો કવોરન્ટાઈન સેન્ટરમાં થૂકી રહ્યા છે. ડોકટર્સ અને દેખરેખ કરી રહેલા સ્ટાફને ગાળો આપી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ એક વ્યકિતએ સુસાઈડનો પણ પ્રયાસ કર્યો હતો.

અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તબલીગ જમાતના લોકો દેશભરમાં વિવિધ જગ્યાઓએ ગયા હતા જેને કારણે સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વીતેલા ૨૪ કલાક ૩૮૬ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, તબલીગ જમાતના લોકોએ તાલિબાની ગુનો કર્યો છે. તેમણે લોકોના જીવ જોખમમાં મૂકયા છે તેમની વિરુદ્ઘ કડક કાર્યવાહી થવી જોઈએ.(૨૩.૫)

 

(11:23 am IST)