મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ચીને ઓછી બતાવી : ડોનાલ્ડ ટ્રમ્પનો આક્ષેપ

વોશિંગટન : ચીનના વુહાન માંથી શરૂ થયેલા કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઓછી બતાવાઈ હોવાનો આક્ષેપ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કર્યો છે.જોકે તેમણે ચીનના પ્રેસિડન્ટને પોતાના નિકટના મિત્ર ગણાવ્યા છે.પરંતુ ચીનમાં મૃતકોની સંખ્યા 3200 ની બતાવાઈ છે.જે ખરેખર ઓછી હોવાનો આક્ષેપ ટ્રમ્પએ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઇરસને કારણે ચીન કરતા પણ વધુ લોકો મોતને ભેટ્યા હોવાનું કહેવાય છે.તેથી સત્તાધારી  રિપબ્લિકન પાર્ટીના સાંસદો ચીન પ્રત્યે અભાવ ધરાવતા થઇ ગયા છે.પ્રેસિડન્ટ ટ્રમ્પએ પણ આ અગાઉ કોરોના વાઇરસ બાબતે ચીને સમગ્ર વિશ્વને અંધારામાં રાખ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો

(12:29 pm IST)