મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

છતિસગઢમાં ૧૩ કિન્નરો કોન્સ્ટેબલ બન્યા : પોલીસ ભરતીમાં પહેલીવાર કિન્નરોની પસંદગી

તમિલનાડુ અને રાજસ્થાન રાજયમાં પણ કિન્નરોની પોલીસ વિભાગમાં ભરતી: છત્તીસગઢમાં એકસાથે એક ડઝનથી વધુ કિન્નરોને તક મળતા કિન્નર સમુદાયમાં આનંદ છવાયો

રાયપુર :છતિસગઢમાં થયેલી પોલીસ ભરતીમાં ૧૩ કિન્નરોને પણ પોલીસની નોકરી માટે પ્રથમવાર પસંદ કરવામાં આવ્યા છે. અગાઉ તમિલનાડુ અને રાજસ્થાન રાજયમાં પણ કિન્નરોની પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવી હતી. જો કે છતિસગઢમાં એક સાથે એક ડઝનથી વધુ કિન્નરોને તક આપી છે એવું દેશમાં પ્રથમવાર બન્યું છે. ૨૦૧૭માં પોલીસમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ કરવામાં ૪ વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો છે. ૨૦૧૯-૨૦માં લેવાયેલી ભરતી પરીક્ષાનું પરીણામ આવ્યા પછી કુલ ૨૦૩૮ કોન્સ્ટેબલ ભરતી કરવામાં આવ્યા છે કિન્નરોને પણ તક મળતા કિન્નર સમુદાયમાં આનંદ છવાયો હતો.

(11:48 pm IST)