મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

રમતગમતના મેદાનો તૈયાર કરવા ૩૦ કરોડ ખર્ચાશેઃ રજવાડી વારસાના સંગ્રહાલય માટે ૨૫ લાખ

ગાંધીનગર : ગ્રામ્યકક્ષાએ યુવાનો ખેલ પ્રવતિઓમાં ભાગ લેતા થાય તે હેતુથી ૬,૦૦૦ ગામડાઓમાં બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડ્ી, ફુટબોલ, એથ્લેટીકસ રમતો માટે મેદાન તૈયાર કરવા રૂ. ૩૦ કરોડની જોગવાઇ. ખેલકૂદ ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને શિક્ષણ સાથે ખેલકૂદની સઘન તાલીમ મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ માટે રૂ. ૨૭ કરોડની જોગવાઇ. સરદાર વલ્લભભભાઇ પટેલની પ્રેરણાથી પોત -પોતાના રજવાડાને ભારત દેશમાં વિલીન કરનાર રાજવીઓનો ઐતિહાસિક વારસો દર્શાવતા અત્યાધુનિક સંગ્રહાલયનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે નિર્માણ કરવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ.

(4:32 pm IST)