મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

વધુ ૭પરર ગામડાઓને હાઇબેન્ડ વીથ કનેકટીવીટી અપાશેઃ ઓનલાઇન સેવા માટે ડેટા રીકવરી કેન્દ્ર

ગાંધીનગરઃ નાગરીકોને જીલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાપ્ત થતી નાગરીકલક્ષી સેવાઓ પોતાના ગામમાં જ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ડીજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે. આ નવછતર કાર્યક્રમ થકી ૫૫ જેટલી વિવિધ સેવાઓનો લાભ ૯,૧૧ર ગામડાઓમાં ત્રીસ લાખથી વધારે લોકોને આપવામાં આવેલ છે. આ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે રૂ). ૧૬ કરોડની જોગવાઇ.

ભારત નેટ પ્રોજેકટ હેઠળ ફેઇઝ-વનમાં અત્યાર સુધી રાજયની ૬૪૬૦ ગ્રામ પંચાયતોને હાઇ બેન્ડવીથ પુરી પાડવાની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. ફેઇઝ-ટુ માં વધુ ૭પરર ગ્રામ પંચાયતોને કનેકટીવીટી પુરી પાડવા માટે રૂ. ૧પ૪ કરોડની જોગવાઇ.

સાયન્સ સીટી ખાતે ફેઝ-૧ પ્રોજેકટ અંતર્ગત આઇમેકસ થીયેટર, મ્યુઝીકલ ફાઉન્ટેન અને કેફેટેરીયાના નવીનીકરણ માટે તથા ફેઝ-ર પ્રોજેકટ હેઠળ  એકવેટીક રોબોટીકસ  ગેલેરી તથા એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરીના બાંધકામ માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ.

 રાજય સરકાર દ્વારા આપવામાં આવતી ઓન-લાઇન સેવા સંદર્ભે ડેટા રીકવરી સેન્ટરની સ્થાપના માટે રૂ. ૬પ કરોડની જોગવાઇ.

બાયોટેકનોલોજી ક્ષેત્રે ચાલતા સંશોધનથી ઉદ્યોગ પર્યાવરણ, મરીન અને જીનોમ જેવા ક્ષેત્રોને લાભ મળે તે હેતુથી સ્ટેટ ઓફ ધ આર્ટ બાયોસેફટી -લેવલ ૩ની લેબની સ્થાપના માટે રૂ. ર કરોડની જોગવાઇ. 

 

(4:29 pm IST)