મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

વિધવાને પુનઃલગ્ન માટે ૫૦ હજાર સહાય આંગણવાડી બાળકો માટે ‘પા પા પગલી' યોજના

ગાંધીનગર તા. ૩ : ‘સશક્‍ત મહિલા સુપોષિત ગુજરાત'ના અભિગમ સાથે રાજયમાં ૫૩,૦૦૦થી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત ૬૦ લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્‍ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે.

* પૂરક પોષણ યોજનાઓ માટે રૂા. ૯૩૯ કરોકની જોગવાઈ.

* ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા રૂા. ૭૦૦ કરોડની જોગવાઇ.

* રાજયની ૧૫ થી ૧૮ વર્ષની ૧૧ લાખ ૭૬ હજાર કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત રૂા. ૨૨૦ કરોકની જોગવાઈ.

* વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતિ વિસ્‍તારના મળી કુલ ૮૩ તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફલેવર્ડ દૂધ પૂરું પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂા. ૧૩૬ કરોડની જોગવાઈ.

* નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્‍યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોનો ગુણવત્તાપૂર્ણ સર્વાંગી વિકાસ માટે ‘પા પા પગલી' યોજનાનું આયોજન કરવામા આવેલ છે. જે માટે રૂા. પ કરોડની જોગવાઈ.

* સામાજિક ઉત્‍થાનના પ્રયાસ રૂપે પુર્નલગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્‍માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂા. ૫૦ હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્‍વરૂપા પુનઃલગ્ન સહાય યોજના માટે રૂા. ૩ કરોડની જોગવાઇ.

(3:39 pm IST)