મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

‘કમલમ્‌' (ડ્રેગન ફુટ) ઉછેરાશે : કેવડિયા પંથકમાં વાવેતર : સિંહોના રક્ષણ માટે ખાસ યોજના

અમરેલીમાં દીપડાથી રક્ષણ અપાવતુ મેગા રેસ્‍કયુ કેન્‍દ્ર બનાવાશે

ગાંધીનગર : રાજ્‍યમાં આવેલ વનોના વિકાસ અને સંવર્ધન હેતુસર રૂા. ૨૮૬ કરોડની જોગવાઇ.

વન વિસ્‍તાર સિવાયના વિસ્‍તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂા. ૨૧૯ કરોડની જોગવાઇ.

યુઝર એજન્‍સી પાસેથી મળેલ રકમમાંથી વળતર વનીકરણ અને વન વિકાસથી કામગીરીઓ માટે કેમ્‍પા ફંડ અંતર્ગત રૂા. ૧૮૨ કરોડની જોગવાઇ.

વન્‍યપ્રાણીની વ્‍યવસ્‍થા અને વિકાસ માટે રૂા. ૧૭૬ કરોડની જોગવાઇ.

એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસ સ્‍થાન ગીર રાષ્‍ટ્રીય ઉદ્યોન અને અભ્‍યારણ્‍ય તથા બૃહદ ગીર વિસ્‍તારના જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ, જિલ્લાના મહેસુલી , વીડી વિસ્‍તારોમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ભારત સરકાર દ્વારા અમલમાં આવનાર લાયન પ્રોજેકટના પ્રથમ વર્ષ માટે રૂા. ૧૧ કરોડની જોગવાઇ.

ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને અભ્‍યારણ્‍ય તથા બૃહદ ગીર વિસ્‍તારમાં આવતા સિંહોને ખોરાક વધારવા હેતુ પ્રે-બેઝ તૈયાર કરવા સાંભર બ્રીડીંગ સેન્‍ટર બનાવવાની કામગીરી માટે રૂા. ૧૦ કરોડની જોગવાઇ.

રાજ્‍યમાં સ્‍થાપિત ૨૦ સાંસ્‍કૃતિક વનોના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે રૂા. ૧૦ કરોડની જોગવાઇ.

અમરેલી અને જાંબુઘોડા વિસ્‍તારમાં દીપડાઓથી થતુ નુકશાન અટકાવવા માટે દીપડાનું મેગા રેસ્‍કયુ સેન્‍ટર બનાવવા રૂા. ૭ કરોડની જોગવાઇ.

વ્‍હેલ -શાર્ક ટુરીઝમ સાથે સાગર ખેડુભાઇઓને તેમજ અન્‍ય સ્‍થાનિક લોકોને રોજગારી આપવાની નવતર યોજનાનું આયોજન કરેલ છે.

(3:36 pm IST)