મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

કર્ણાટકના કૃષિ મંત્રીએ ઘરે લીધી કોરોના વેકસીન : વિવાદ

બેંગલુરૂ : કર્ણાટકમાં નિયમો વિરૂધ્ધ એક મંત્રીએ ઘરે કોરોનાની રસી લઇને વિવાદની સ્થિતિ ઉભી કરી છે. કૃષિમંત્રી પાટીલે ગઇકાલે પોતાની પત્ની સાથે હાવેરીના  હિરેકેરૂર સ્થિત ઘરે જ વેકસીન લગાવડાવેલ. મંત્રીએ પોતે ટવીટ કરીને આ અંગે માહિતી આપેલ. તેમના વેકસીન લેતા ફોટા અને વીડીયો પણ સોશિયલ મિડીયામાં શેર થયેલ.

લોકોએ ખુબ જ ટીકા કરેલ. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે દિલ્હીમાં મિડીયાને જણાવેલ કે રસીકરણ પ્રોટોકોલ હેઠળ આની પરવાનગી નથી. આ મામલો ધ્યાનમાં આવ્યો છે. રાજય સરકાર પાસે આ અંગે રિપોર્ટ મંગાયો છે. રાજયના સ્વાસ્થ્ય મંત્રી ડો.કે.સુધાકરે પણ ઘરે રસી લગાડવાનુ પ્રાવધાન ન હોવાનુ જણાવેલ.

(2:42 pm IST)