મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

હિન્દુસ્તાન ટાઈમ્સ હિન્દી દૈનિકમાં સરકારી જાહેરાતો આપવા ઉપર PCI એ મુકેલા પ્રતિબંધ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટનો સ્ટે : નામદાર કોર્ટએ કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર, ઉત્તરાખંડ સરકાર અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : હિન્દુસ્તાન હિન્દી દૈનિક માં સરકારી જાહેરાતો આપવા ઉપર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( PCI ) એ મુકેલા  પ્રતિબંધ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટએ સ્ટે આપ્યો છે.દૈનિકની અમુક આવૃત્તિઓમાં સરકારી જાહેરાતો બંધ કરવાના પીસીઆઈ દ્વારા પાસ કરાયેલા સેન્સર ઓર્ડર વિરુદ્ધ હિન્દુસ્તાન મીડિયા વેન્ચર્સ લિમિટેડ (અરજદાર) દ્વારા કરાયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન  નામદાર કોર્ટએ કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર, ઉત્તરાખંડ સરકાર અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો ખુલાસો માંગ્યો છે.
સેન્સર ઓર્ડર દૈનિકમાં છપાયેલી બે જાહેરાતોના પ્રકાશનને કારણે પસાર કરાયો હતો. એકમાં દિલ્હી અને હિન્દુસ્તાનની હલ્દવાની આવૃત્તિઓએ ગ્રાફિક એરા યુનિવર્સિટીની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. જે  અંગે પ્રેસ કાઉન્સિલ દ્વારા જાહેરાતને લાગુ નિયમોના કથિત ઉલ્લંઘન કર્યાનું જણાવાયું  હતું.

જેના અનુસંધાને અરજદારે  જણાવ્યા મુજબ, અન્ય દૈનિક, અમર ઉજાલા અને દૈનિક જાગરણમાં  પણ આવી જાહેરાત અગાઉ છપાયેલ છે.  જેઓને દંડ નથી કરાયો.પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને આ બાબતે જાણ કરવામાં આવી હોવા છતાં આ હુકમ કરવામાં આવ્યો હતો .

બીજા દાખલામાં, હિન્દુસ્તાનની દિલ્હી એડિશનમાં આયુર્વેદિક, યુનાની ડ્રગ્સની વર્ગીકૃત જાહેરાત પ્રકાશિત કરીને ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટના કથિત ઉલ્લંઘન માટે સેન્સર ઓર્ડર જારી કરાયો હતો.

અરજદારના એડવોકેટે દલીલ કરી હતી કે પી.સી.આઈ.ના ઉપરોક્ત આદેશને કારણે તેઓને દરરોજનું 13 લાખ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.જેનાથી તેઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.પ્રેસ કાઉન્સિલ દ્વારા જે શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કાયદા મુજબ તેની સત્તા બહાર છે.

પી.સી.આઈ. ના સેન્સરના આદેશને પગલે નામદાર કોર્ટએ  દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, ઉત્તરાખંડ સરકાર અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો ખુલાસો માંગ્યો છે તથા કાઉન્સિલના આદેશ વિરુદ્ધ સ્ટે આપ્યો છે.

આગામી મુદત 22 એપ્રિલના રોજ રાખવામાં આવી છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

 

(1:57 pm IST)