મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

નોટબંધીના નિર્ણયને કારણે દેશમાં બેરોજગારી વધી છેઃ મનમોહનસિંહ

દેશમાં બેરોજગારીનો દર વધ્‍યો છે અને અસંગઠિત ક્ષેત્રે ખંડેર થઇ ગયુ છે.

નવી દિલ્‍હી, તા.૩: મોદી સરકાર પર નિશાન સાધતા ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહે મંગળવારે ફરી એક વખત નોટબંધીના નિર્ણયને ખોટો ગણાવ્‍યો છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારનાં આ સમજી વિચારીને કરેલા નિર્ણયને લીધે દેશમાં બેરોજગારીનો દર વધ્‍યો છે અને અસંગઠિત ક્ષેત્રે ખંડેર થઇ ગયુ છે.

ચૂંટણીલક્ષી કેરળમાં કોંગ્રેસ પાર્ટીનાં થિંક ટેંક રાજીવ ગાંધી ડેવલપમેન્‍ટ સ્‍ટડીઝની વર્ચુઅલ કોન્‍ફરન્‍સનું ઉદઘાટન કરતાં મનમોહનસિંહે કહ્યું હતું કે, સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા કામચલાઉ પગલાઓ દ્વારા ક્રેડિટ સમસ્‍યાને છુપાવી મનમોહનસિંહે કહ્યું હતું કે, સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા કામચલાઉ પગલાઓ દ્વારા ક્રેડિટ સમસ્‍યાને છુપાવી શકાય નહી. ‘વેઇટિંગ ૨૦૨૦' નામની એક કોન્‍ફરન્‍સમાં ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું, ‘બેરોજગારી વધારે છે અને અસંગઠિત ક્ષેત્ર ધરાશાહી થઇ ચુકયું છે.' આ સંકટ ૨૦૧૬માં થયેલા વિચાર વિહીન ડિમોનેટાઇઝેશન નિર્ણયથી ઉદભવ્‍યું છે. ‘ચૂંટણી પૂર્વે યોજાયેલા આ સમારોહનો હેતુ કેરળનાં વિકાસ માટે વિઝન ડોકયુમેન્‍ટ રજૂ કરવાનો છે.

મનમોહનસિંહે કહ્યું કે, ‘સંઘવાદ અને રાજયોની સાથે નિયમિત પરામર્શ, જે ભારતની આર્થિક અને રાજનીતિક આધારશિલા અને બંધારણમાં નિહિત દર્શન છે, તેને વર્તમાન કેન્‍દ્ર સરકાર દ્વારા મહત્‍વ આપવામાં આવ્‍યું નથી. ‘કેરળનાં વિકાસ અંગે પોતાનો અભિપ્રાય વ્‍યકત કરતી વખતે મનમોહનસિંહે કહ્યું કે રાજયમાં સામાજિક ધોરણો ઉંચા છે, પરંતુ ભવિષ્‍યમાં, અન્‍ય ક્ષેત્રો પર ધ્‍યાન આપવાની જરૂર છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, અહીં ઘણા અવરોધો છે, જેને રાજયએ પાર કરવુ પડશે. તેમણે કહ્યું કે, આઇટી ક્ષેત્ર ડિજિટલ મોડને કારણે કામ કરી રહ્યુ છે, પરંતુ રોગચાળાએ પર્યટન ક્ષેત્ર પર ખૂબ ખરાબ અસર કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષણ અને આરોગ્‍ય પર કેન્‍દ્રિત થવાને કારણે કેરળનાં લોકો દેશ અને વિશ્વનાં તમામ ભાગોમાં નોકરી મેળવી શકયા છે.

(1:59 pm IST)