મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

સૌની યોજનાના ત્રીજા ચરણમાં ૧૦૭૧ કરોડ વપરાશે : જળસંચય માટે ૩૧ર કરોડ ખર્ચાશે

રાજકોટના ડેમોમાં નર્મદાના નીર ઠાલવ્‍યાનો બજેટ પ્રવચનમાં ઉલ્લેખ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૩ :  એક સમયે આપણું રાજય પાણીની અછત ધરાવતા રાજય તરીકે ઓળખાતુ હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા રપ વર્ષોના કુનેહ ભર્યા પ્રયત્‍નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્‍ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્‍યું છે. નીતિ આયોગ દ્વારા ગુજરાતને કોમ્‍પોઝીટ વોટર મેનેજમેન્‍ટ ઇન્‍ડેક્ષમાં છેલ્લા ૩ વર્ષથી સતત પ્રથમ સ્‍થાન આપવામાં આવેલ છે.

રાજયની મહત્‍વાંક્ષી સૌથી યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્‍યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્‍વનાસ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂા. ૧૦૭૧ કરોડની જોગવાઇ તથા અટલ ભૂજલ યોજના હેઠળ પ વર્ષના સમય ગાળા માટે રૂા. ૭પ૭ કરોડની જોગવાઇ તથા રાજયમાં ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂા. ૩૧ર કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

(1:18 pm IST)