મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

હરિયાણામાં કોરોના વિસ્ફોટ : સૈનિક સ્કુલના ૫૪ વિદ્યાર્થીઓ સંક્રમિત

દેશભરમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસો વચ્ચે હરિયાણાથી ચિંતામાં વધારો કરતા સમાચાર આવ્યા હતા. અહીંના કરનાલ જીલ્લામાં ઍક સૈનિક સ્કુલના ૫૪ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોબાળો મચી ગયો છે. હરિયાણામાં શાળા અને કોલેજો શરૂ થઇ ચૂકી હતી, જે પછી કોરોના સંક્રમણનો વધુ ફેલાવો થવાની આશંકાઓ પણ વધી પડી હતી.

કરનાલમાં મંગળવારે સાંજ સુધી કુલ ૭૮ કેસ સામે આવી ચૂક્યા હતા. કરનાલના મુખ્ય ચિકિત્સક અધિકારી ડો પીયુષ શર્મઍ જણાવ્યું હતું કે સૈનિક સ્કુલ કુંજપુરામાં સોમવારે ત્રણ બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેમના સંપર્ક અને હોસ્ટેલમાં રહેતા તમામ ૩૯૦ બાળકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પછી મંગળવારે ૫૪ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સૈનિક સ્કુલમાં હરિયાણા સિવાય અન્ય રાજ્યોના બાળકો પણ અભ્યાસ કરી રહ્ના છે.

(11:24 am IST)