મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

ઓસ્‍ટ્રેલીયાએ આંતરરાષ્‍ટ્રીય ટ્રાવેલ પ્રતિબંધો ૧૭ જૂન સુધી લંબાવી દીધા

ઓસ્‍ટ્રેલીયન સરકારે કોરોના મહામારીને લીધે આંતરરાષ્‍ટ્રીય ટ્રાવેલ પ્રતિબંધો ૧૭ માર્ચ ર૦ર૦ થી અમલમાં મૂકયા છે જે ૧૭ માર્ચ ર૦ર૧માં પૂરા થઇ જતા હતા.પરંતુ ઓસ્‍ટ્રેલીયન સરકારે આ આંતરરાષ્‍ટ્રીય ટ્રાવેલ પ્રતિબંધો હવે ૩ મહિના માટે એટલે કે ૧૭ જુન ર૦ર૧ સુધી લંબાવી દીધા છે ઓસ્‍ટ્રેલીયન વેકસીનેશન પોલીસીએ એવું પણ સૂચવ્‍યુંછે કે ઓસ્‍ટ્રેલીયા આવતા વિઝીટરો-મુલાકાતીઓએ કોવિડ-૧૯ વેકસીન મૂકાવ્‍યાનું પ્રુફ આપવું પડશે અથવા પોતાના ખર્ચે બે અઠવાડીયા હોટલ કોરન્‍ટાઇનું થવું પડશે.

(10:54 am IST)