મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

આ ટેણકી માઉન્ટ કિલિમાન્જારો શિખર સર કરનારી સૌથી નાની પર્વતારોહક બની

૯ વર્ષની બાળકી કડાપાલા રિત્વિકાએ તેના પિતા કડાપાલા શંકર સાથે આફ્રીકા ખંડના ટાન્ઝાનિયાના પહાડોનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલિમાન્જારો સર કર્યું

નવી દિલ્હી તા. : આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના તડીમારી તાલુકાના અઘરામ ગામની રહેવાસી વર્ષની બાળકી કડાપાલા રિત્વિકાએ ગયા શુક્રવારે તેના પિતા કડાપાલા શંકર સાથે આફ્રિકા ખંડના ટાન્ઝાનિયાના પહાડોનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલિમાન્જારો સર કર્યું હતું. રિત્વિકા સમુદ્રની સપાટીથી ૫૬૮૫ મીટર ઊંચે રાષ્ટ્રધ્વજ સાથે ગિલમેન્સ પોઇન્ટ પર પહોંચતાની સાથે કિલિમાન્જારો શિખર સર કરનારી એશિયાની સૌથી નાની ઉંમરની બાળકી બની છે. કડાપાલા શંકર સ્પેશ્યલ ઓલિમ્પિકસ માટેના ક્રિકેટ કોચ છે.

અનંતપુરના કલેકટર ગંધમ ચંદ્રુડુએ સાહસયાત્રા માટે એસ. સી. કોર્પોરેશન દ્વારા ,૯૮,૮૩૫ રૂપિયા ઉપલબ્ધ કરાવીને રિત્વિકાને મદદ કરી હતી. રિત્વિકાએ પ્રથમ તબક્કાની તાલીમ તેલંગણાના ભોંગીર સ્થિત રોક કલાઇમ્બિંગની અને બીજા તબક્કાની તાલીમ લદાખમાં મેળવી હતી. ૨૦૧૮માં સન્માન્યુ પોથરાજુએ વર્ષની ઉંમરે માઉન્ટ કિલિમાન્જારોનું ઉહુરૂ શિખર સર કરીને સૌથી નાની ઉંમરના બાળક તરીકે વિક્રમ નોંધાવ્યો હતો. તેની સાથે તેની મમ્મી લાવણ્યા, કોચ તમ્નિનેની ભરત, અન્ય પર્વતારોહક શંગાબંદી સૃજના અને ટાન્ઝાનિયાના એક સ્થાનિક ડોકટર પણ પહાડ ચડ્યાં હતાં. રિત્વિકાએ પર્વતનું આરોહણ કરનારી સૌથી નાની બાળકી તરીકે વિક્રમ નોંધાવ્યો છે.

(10:09 am IST)