મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

સરકાર દેશના લોકતાંત્રિક સિસ્ટમને કરે છે નુકસાન : દરેક સંસ્થાની સ્વતંત્રતા પર હુમલો : યુએસ યુનિ,ની ચર્ચામાં રાહુલ ગાંધીના પ્રહાર

ભલે ન્યાયાલય હોય, ભલે ઈલેક્શન કમીશન હોય કે કોઈપણ સ્વતંત્ર સંસ્થા પર એક જ આઇડિયોલોજીના લોકોનો કબજો

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, વર્તમાન સરકાર ભારતની લોકતાંત્રિક સિસ્ટમને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે કહ્યું કે, ભારતમાં દરેક સંસ્થાની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આરએસએસ દરેક જગ્યાએ ઘુષણખોરી કરી રહ્યું છે

 તેમણે કહ્યું કે, દાયકા સુધી કોંગ્રેસ લોકતંત્ર માટે લડતી આવી છે ત્યારે અમારી પાર્ટીની અંદર લોકતંત્રને લઈને ચર્ચા થાય છે. બાકી કોઈપણ પાર્ટીમાં ભલે તે ભાજપ, બપસા અને સપા કોઈપણ હોય પાર્ટીની અંદર લોકતંત્રની વાત થતી નથી. આપાતકાલ પર બોલતા તેમણે કહ્યું કે, દાદાની ભૂલ હતી પરંતુ પાર્ટીએ તેનો ફાયદો ઉઠાવ્યો નથી.

   કૌશિક બસુની સાથે ચર્ચામાં તેમણે કહ્યુ કે, ભલે ન્યાયાલય હોય, ભલે ઈલેક્શન કમીશન હોય કે કોઈપણ સ્વતંત્ર સંસ્થા પર એક જ આઇડિયોલોજીના લોકોનો કબજો છે. તેમણે કહ્યું કે, મીડિયાથી લઈને ન્યાયાલય સુધીને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મણિપુરમાં રાજ્યપાલ ભાજપની મદદ કરી રહ્યાં છે. પુડુચેરીમાં ઉપરાજ્યપાલે ઘણા બિલ પાસ ન થવા દીધા, કારણ કે તે આરએસએસ સાથે જોડાયેલા હતા

   કોર્નેલ યુનિવર્સિટીના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, કટોકટી અને અત્યારે જે થઈ રહ્યું છે તેમાં ખુબ ભિન્નતા છે. કોંગ્રેસ પાર્ટીએ સંસ્થાઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો નથી. અમારૂ માળખુ આમ કરવાની મંજૂરી આપતું નથી. કૌશિક બસુએ તેમને અંગત સવાલ કરવાની મંજૂરી માંગી અને કહ્યું કે, અંતગ સવાલ અહીં ન કરવો જોઈએ પરંતુ હું તમને પિતા (રાજીવ ગાંધી) ની હત્યા વિશે જાણવા ઈચ્છુ છું. તેના જવાબમા રાહુલ ગાંધીએ કહ્યુ કે, મારા પિતાની હત્યા દર્દનાક તો હતી, પરંતુ મારા પિતા ઘણી તાકાતો સાથે લડી રહ્યા હતા, તેથી હું કહી શકુ કે મેં તેમને મોત તરફ જતા જોયા

તેમણે કહ્યું, હું તે જ વ્યક્તિ હતો, જેણે યુવા સંગઠન અને વિદ્યાર્થી ઓર્ગેનાઇઝેશનમાં ચૂંટણીને પ્રોત્સાહન આપ્યુ અને તે માટે મીડિયામાં મારી ટીકા થઈ. મને ખરેખર ચૂંટણી કરાવવા માટે સૂળી પર ચઢાવી દેવામાં આવ્યો છે. મારા પર મારી જ પાર્ટીના લોકોએ હુમલો કર્યો.

(12:00 am IST)