News of Saturday, 3rd March 2018
મહિલાના પિત્તાશયમાંથી ૯૯ પથરી નિકળી
કર્ણાટકમાં તુમાકુરુ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક મહિલાને પેટમાં અસહ્ય દુખાવા સાથે દાખલ કરવામાં આવેલી. પિત્તાશયમાં અગણિત પથરીઓ થઇ હોવાથી તેનું પેટ ફુલી ગયેલું. મહિલા અને તેનો પતિ રોજમજૂર પર કામે જતાં હોવાથી તેની આર્થિક સ્થિતિ એવી નહોતી કે બેંગલોરની કોઇ મોટી હોસ્પિટલમાં સર્જરી કરાવી શકે. જો કે જિલ્લાની સરકારી હોસ્પિટલના ડો. વસીમ ઇમરાન અને તેમની ટીમે અઢી કલાકની સર્જરી કરીને મહિલાના પિત્તાશયમાંથી ૯૯ પથરી કાઢી હતી. ચાર પથરી ૧ર મિલી મીટર જેટલી મોટી હતી, જયારે બાકીની તમામ પથરીઓ ચારથી પાંચ મિલી મીટરની સાઇઝની હતી.
(4:07 pm IST)