મુખ્ય સમાચાર
News of Saturday, 3rd February 2018

પથ્થરબાજીની તમામ ઘટના કાવતરાના હિસ્સા તરીકે છે

એનઆઈએ દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો : કટ્ટરપંથી અલગતાવાદી, હાફીઝ સઈદ, સૈયદ સલાઉદ્દીન જેવા ત્રાસવાદી દ્વારા કાવતરા ઘડાયા છે : રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી, તા. ૩ : રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ) દ્વારા મોટો ઘટસ્ફોટ કરતા જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારાની ઘટના કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલી બાબત નથી બલ્કે આ પાકિસ્તાન સમર્થક અને ફન્ડીંગ મારફતે સૈયદ અલીશાહ ગિલાની જેવા હુર્રિયત લીડરો દ્વારા ઘડી કાઢવામાં આવેલા કાવતરાના હિસ્સા તરીકે છે. હુર્રિયત લીડરો અને હાફીઝ સઈદ અને સૈયદ સલાઉદ્દીન જેવા ખતરનાક ત્રાસવાદીઓના કાવતરાના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભમાં ઉંડી તપાસ ચાલી રહી છે. એનઆઈએની ચાર્જશીટની નકલ હાથ લાગ્યા બાદ તેમાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આમાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટના એક ઉદ્યોગ તરીકેના રૂપમાં છે. જ્યાં હુર્રિયત અને તેની સાથે જોડાયેલા લોકો યુવા લોકોને નાણા આપીને પથ્થરબાજી તરફ પ્રેરીત કરે છે. જુદા જુદા સ્તર પર અલગતાવાદી લીડરોએ પથ્થરબાજી માટે હથિયાર સાથે જુદા જુદા ગ્રુપ બનાવેલા છે જે પોતાના ચહેરા ઢાંકીને પથ્થરમારો કરતા રહે છે. આમાં મુખ્ય રીતે કાશ્મીર ખીણના યુવાનોને સામેલ કરવામાં આવ્યા છે. અલગતાવાદીઓને કાશ્મીરમાં ત્રાસવાદીઓના રાજકીય ચહેરા તરીકે ગણાવીને એનઆઈએ દ્વારા કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાના કાવતરાના હિસ્સા તરીકે ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ અને ત્રાસવાદીઓ પથ્થરબાજીની રણનીતિ બનાવી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ હંમેશા તંગ રહે તેવા માહોલને રાખવા કટ્ટરપંથીઓ ઈચ્છુક છે. વારંવાર બંધની હાકલ કરવાની બાબત પણ આની સાથે જોડાયેલી છે. જાહેર સંપત્તિને નુકસાન, તેમાં આગાની ઘટનાઓ, બેંકને લુંટવાની બાબત, અથડામણના સ્થળ પર સુરક્ષા દળો પર પથ્થરબાજી કરવાની બાબત આની સાથે જોડાયેલી છે. હુર્રિયત ઉપર હાલમાં એનઆઈએ દ્વારા તવાઈ લવાઈ છે.

(7:38 pm IST)