ભારત ચેમ્પિયન બન્યા બાદ દેશભરમાં કરાયેલ ઉજવણી
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ અભિનંદન આપ્યા : દેશભરમાં ભારતના શાનદાર દેખાવની ચારેબાજુ ચર્ચાઓ
માઉન્ટ, તા. ૩ : આઇસીસી અંડર-૧૯ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે આજે ઓસ્ટ્રેલિયા પર જીત મેળવીને તાજ જીતી લીધા બાદ દેશભરમાં આની ઉજવણી કરવામાં આવી હતી. કરોડો ચાહકો ઉજવણી કરવા માટે બહાર નિકળ્યા હતા. કેટલીક જગ્યાએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ઐઆતિહાસિક અને ભવ્ય જીત બદલ દેશના રાષ્ટ્રપતિ રામનાત કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અંડર ૧૯ ટીમને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે તમામ ખેલાડીઓના દેખાવની પ્રશંસા કરી હતી. રામનાથ કોવિન્દ અને મોદીએ દેશના કરોડો ચાહકો તરફથી ટીમને શુભેચ્છા પણ પાઠવી હતી. બીજી બાજુ પૂર્વ ખેલાડીઓ તરફથી પણ ટીમ પર અભિનંદનનો વરસાદ શરૂ થઇ ગયો હતો. તમામ મહાન ખેલાડીઓએ ટીમને અભિનંદન આપ્યા હતા. જીત બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડે કહ્યુ હતુ કે આખરે મહેનત રંગ લાવી છે. સમગ્ર ટીમના ખેલાડીઓએ યોજનાપૂર્વક રમત રમી હતી. આજે પાઇનલ મેચ હોવાથી વહેલી સવારથી કરોડો ચાહકો ફાઇનલ મેચ જોવા માટે ટીવી પર ગોઠવાયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓએ ચાહકોને નિરાશ કર્યા ન હતા અને ભવ્ય રમત રમી હતી.