મુખ્ય સમાચાર
News of Saturday, 3rd February 2018

તમિળનાડુ : મિનાક્ષી મંદિરમાં ભીષણ આગથી ભારે નુકસાન

આગ ફાટી નિકળવાના કારણને લઇને ઉંડી તપાસ : અસર મંદિર સુધી ન પહોંચતા રાહત : ૩૬થી વધુ દુકાનો બળીને ખાખ : શ્રદ્ધાળુઓ અને અન્યોમાં મચેલી ભાગદોડ

મદુરાઇ,તા. ૩ : તમિળનાડુના મદુરાઇ જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ મીનાક્ષી અમ્મન મંદિરના પ્રવેશ દ્વારાની પાસે શુક્રવારના દિવસે મોડી રાત્રે વિનાશકારી આગ ફાટી નિકળી હતી. જેના કારણે ભારે નુકસાન થયુ હોવાના હેવાલ મળ્યા છે. આગની ઘટના બાદ ભારે અફડાતફડી મચી ગઇ હતી. ફાયરબ્રિગેડની ટીમ તરત જ જાણ થતા ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. લાગ લાગવા માટેના કારણોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આગના કારણે અહીં બનેલી ૩૬થી વધુ નુકસાન ખાખ થઇ ગઇ હતી. આ આગની ઘટના બન્યા બાદ મદુરાઇ જિલ્લાના કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવામાં આવી હતી. આ ઘટનામાં કોઇ ખુવારી થઇ નથી પરંતુ નુકસાન ભારે થયુ છે. આગની અસર મંદિર સુધી પહોંચી ન હતી. પ્રાથમિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કે એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ ફાટી નિકળ્યા બાદ તે તરત જ મંદિરના પ્રવેશ દ્ધાર સુધી પહોંચી ગઇ હતી.આ પ્રવેશ દ્ધાર પર લોકપ્રિય અને વિશ્વપ્રસિદ્ધ હજાર સ્તંભ હોલ પણ છે. તમિળનાડુના મદુરાઇમાં સ્થિત આ મંદિરમાં ભારત સહિત દુનિયાભરના દેશોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચતા રહે છે. જો કે આજે લાગેલી આગના કારણે મંદિરને કોઇ નુકસાન થયુ નથી. તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવાના કારણે જુના દરવાજાને પણ નુકસાનથી બચાવી લેવામાં આવ્યુ છે. આ અગાઉ કટરા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ માતા વૈષ્ણોદેવી મંદિરની પાસે ત્રિકુટા પહાડીમા ંપણ વન્ય વિસ્તારમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અચાનક જ અન્ય વિસ્તારમાં ઝડપથી આગ ફેલાઇ ગઇ હતી. શ્રાઇન બોર્ડના અધિકારીઓ આગ પર કાબુ મેળવી લેવા લાગી ગયા હતા. 

(12:44 pm IST)