મુખ્ય સમાચાર
News of Saturday, 3rd February 2018

રાજસ્થાન પેટાચૂંટણી : કારમી હાર બાદ ભાજપની ચિંતા વધી

ભાજપની મત ટકાવારી ૧૨થી ૨૧ ટકા ઘટી ગઇ : રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે ખતરાની ઘંટી : કોંગ્રેસ પાર્ટીને જીતથી સંજીવની મળી છે

જયપુર,તા. ૩ : રાજસ્થાનમાં બે લોકસા અને એક વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ ાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. જો કે પાર્ટી માટે આનાથી પણ મોટી ચિંતાજનક બાબત એ રહી છે કે ભાજપની મત ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મત ટકાવારીમાં ૧૨ ટકાથી લઇને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. ત્રણેય સીટોમાં ભાજપની મત ટકાવારી ઘટી ગઇ છે. બાજપને વોટમાં સૌથી વધારે નુકસાન અલવર લોકસભા સીટમાં જોવા મળ્યુ છે. જ્યાં વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૬૧ ટકા મત મળ્યા હતા. જ્યારે આ વખતે ૬૧ ટકા વોટની સરખામણીમાં માત્ર ૪૦ ટકા મત મળ્યા છે. જ્યારે અજમેર લોકસભા સીટમાં ભાજપની મત હિસ્સેદારી ૫૬ ટકાથી ઘટીને ૪૪ ટકા થઇ ગઇ છે. આવી જ રીતે માંડલગઢ વિધાનસભા સીટ પર ભાજપની મતહિસ્સેદારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અહીં વર્ષ ૨૦૧૩માં ૫૨ ટકા મત મળ્યા હતા. જેની સામે આ વખતે પેટાચૂંટણીમાં આંકડો ઘટીને ૩૨ ટકાનો થઇ ગયો છે. આ વર્ષે જ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતીમાં ભાજપ લીડરશીપની હાલત કફોડી નેલી છે.સત્તા જાળવી રાખવા માટેની બાબત તેમના માટે સરળ નથી. કારણ કે તેમની સામે શાસન વિરોધી પરિબળ જોવા મળે છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષમાં સરકાર બદલાઇ જાય છે. રાજસ્થાનના લોકો મોટા પાયે પાંચ  વર્ષ કોંગ્રેસને અને પાંચ વર્ષ ભાજપને શાસન કરવાની તક આપે છે. આવી સ્થિતીમાં આ વખતે ભાજપની હાર થઇ શકે છે . મુખ્યપ્રધાન વસુન્ધરા રાજે પર ભારે દબાણ પણ છે.

(12:43 pm IST)