મુખ્ય સમાચાર
News of Saturday, 3rd February 2018

બેંગાલુરૂમાં ભાજપના કાર્યકર્તાની હત્યા કરાઇ

કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપનું પ્રદર્શન : હત્યા કરનાર ચાર આરોપીઓની ધરપકડ

બેંગ્લોર તા. ૩ : વિધાનસભા ચૂંટણી પહેલા બેંગાલુરૂમાં ભાજપ કાર્યકર્તાની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. બુધવારે સંતોષ બેંગાલુરૂનાં જેસી નગર ચિનપ્પા પાર્કમાં ભાજપ પરિવર્તન રેલી માટે ઝંડા લગાવી રહ્યો હતો અને તેવાં સમયે ૪ લોકો સાથે તેનો ઝઘડો થઇ ગયો.

જેમાં તે સમયે હુમલાખોરોએ તેનાં પર ચાકુથી જોરદાર હુમલો કરી દીધો હતો. આ તમામ હુમલાખોરો નશામાં હતાં. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ મામલે ભાજપનાં કાર્યકર્તાની હત્યા થતાં ભાજપનાં લોકોમાં ભારે વિરોધ જોવાં મળી રહ્યો છે. ભાજપ દ્વારા આ હત્યાને મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

(11:38 am IST)