મુખ્ય સમાચાર
News of Friday, 2nd December 2022

પતિઓને કાબૂમાં રાખવાનો આ મહિલા કરાવી રહી છે ઓનલાઈન 'કોર્સ' : બદલામાં લે છે તગડી ફી

 સીડની,તા.૨ : વર્તમાન સમયમાં સંબંધોમાં અથડામણ સામાન્ય વાત છે. આ અથડામણના કારણે સંબંધોમાં તિરાડો આવવા લાગે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડાના કિસ્સા વધ્યા છે. સંબંધને સાચવી રાખવો એ બધાને નથી આવડતુ. આ ધ્યાને રાખીને તમામ પ્રકારની કાઉન્સલિંગ અને ટ્રેનિંગ સેન્ટર પણ ચાલુ થયા છે. એવું જ એક સેન્ટર એક મહિલા ઇન્સ્ટાગ્રામ પર ચલાવી રહી છે. તે અહિયાં મહિલાઓને પુરૃષોને નિયંત્રિત રાખવાની યુકિત શીખવાડે છે.

રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેનારી મારગ્રીટા નજેરેંકો ઇન્સ્ટાગ્રામ પર મહિલાઓને તેના પતિઓ અને જીવનસાથીને કાબૂ કરવાની પદ્ધતિ બતાવે છે. આ કામને તે ફ્રીમાં નહીં, પણ પૈસા લઈને કરે છે. તે તેના ગ્રાહકથી ફી વસુલે લે છે. મારગ્રીટા મહિલાઓને ફેમિનિજમનો પાઠ ભણાવે છે અને પુરુષોથી ઝઘડા કરવાના બદલે તેમને પ્રેમથી કંટ્રોલ કરવાના નુસખા આપે છે.

 મારગ્રીટાની ઉંમર ૩૪ વર્ષ છે. તેણી કહે છે કે મહિલાઓ તેના જીવસાથીથી જે ઈચ્છે, તે કરાવી શકે છે માત્ર તેના માટે તેમની ફેમિનિટીને ચતુરતાથી ઉપયોગ કરવાની જરૃર છે. તેણીએ જણાવ્યું કે મહિલાઓ હરણ, ગાય અને ઘોડાની જેમ વ્યવહાર કરે છે. તેમાંથી હરણ ઉર્જાથી ભરેલું હોય છે અને મહિલાઓને એવું જ બનવું જોઈએ જેથી કઇ પણ ખોટું થવાનું અનુમાન હોય તો બચીને નીકળી જાય. ત્યાં ગાયની જેમ તેમને થાકેલા ન હોવા જોઈએ. પોતાને ઘોડાની જેમ પ્રભાવી બનાવી રાખવાની વાત કરે છે.

રિપોર્ટ અનુસાર મારગ્રીટા મહિલાઓને સરળ ઉપાય આપે છે. તેણીનું હમેશાથી કહેવું છે કે જે વસ્તુને પુરૃષ કોઈ કિંમત પર નથી બદલી શકતા, તેની ફરિયાદ ક્યારેય ન કરો. હમેશા પુરૃષોના સારા કાર્યની  પ્રસંશા કરો. તેનાથી તેમને સારૃ લાગે છે. મારગ્રીટા સરળ ઉપાય આપીને મહિલાઓને જીવનસાથી પ્રત્યે નિકટતા વધારે છે. પરંતુ તેના માટે તે ફી લે છે.

(4:14 pm IST)