મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

મદ્રાસ તથા કોલકત્તાના પૂર્વ હાઇકોર્ટ જજ સી.એસ.કર્ણનની ધરપકડ : મહિલાઓ તથા ન્યાયતંત્ર વિરુદ્ધ કરેલી અપમાનજનક ટીપણીનો વિડિઓ વાઇરલ કર્યો : 3 એફઆઈઆર નોંધાતા મદ્રાસ પોલીસે ધરપકડ કરી

ચેન્નાઇ : મદ્રાસ તથા કોલકત્તાના પૂર્વ હાઇકોર્ટ જજ સી.એસ.કર્ણનની ધરપકડ થઇ છે.તેમણે મહિલાઓ તથા ન્યાયતંત્ર વિરુદ્ધ કરેલી અપમાનજનક ટીપણીનો વિડિઓ વાઇરલ થતા તેમના વિરુદ્ધ 3 એફઆઈઆર નોંધાઈ છે. જેના પરિણામે  મદ્રાસ પોલીસે તેમની ધરપકડ કરી છે.

કર્ણનના એડવોકેટે જણાવ્યા મુજબ તેઓને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવાશે તથા રિમાન્ડ મેળવાશે તેવી શક્યતા છે.

આ અગાઉ મદ્રાસ હાઇકોર્ટે કર્ણન વિરુદ્ધ પગલાં લેવામાં થઇ રહેલી ઢીલ બદલ તામિલનાડુ તથા પોન્ડિચેરી બાર કાઉન્સિલ દ્વારા કરાયેલી પિટિશનને ધ્યાને લઇ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તથા કમિશનર ઓફ પોલીસને 7 ડિસેમ્બરના રોજ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું .તથા 10 નવેંબરના રોજ અપમાનજનક ટિપણીનો વિડિઓ સોશિઅલ મીડિયા ઉપરથી દૂર કરવા આદેશ કર્યો હતો.

સોમવારે મદ્રાસ પોલીસે હાઇકોર્ટમાં કરેલી રજુઆત મુજબ નોટિસ આપી હોવા છતાં કર્ણન દ્વારા અપમાનજનક ટિપણીનો વિડિઓ ફરીવાર વાઇરલ કરાયો છે.તેથી તેમની ધરપકડ કરી છે.

ઉપરોક્ત મુદ્દે આગળ સુનાવણી માટે 7 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:56 pm IST)