મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

અંતિમયાત્રા વખતે અશ્રુનો દરિયો વહ્યો....

રાજકોટ : સામાજીક અગ્રણી, રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના પાર્થિવ દેહને જયારે અંતિમ વિદાય અપાઈ તે વખતે સગા - સ્નેહીજનો, પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. કોણ કોને છાનુ રાખે તેવા દૃશ્યો સર્જાયા હતા. અશ્રુનો દરિયો વહ્યો હતો. તસ્વીરમાં સદ્દગત અભયભાઈના અંતિમ દર્શન કરી રહેલા ભારદ્વાજ પરિવારના બહેનો દર્શાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, ગાયત્રીબા વાઘેલા તથા નીતિનભાઈ ભારદ્વાજ સહિતના શોકાતુર દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:10 pm IST)