મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

કોરોનાનું સંક્રમણ સૌપ્રથમ ભારતમાં ફેલાયો હોવાનું ચિની દાવાને ફગાવતા ભારતીય વૈજ્ઞાનિકો

નવી દિલ્હી,તા. ૨: ભારતમાં સ્વાસ્થ્ય તજજ્ઞોએ ચીની વૈજ્ઞાનીકોના ભારતમાં માણસથી માણસમાં કોરોના વાયરસનો સૌપ્રથમ સંક્રમણનો દાવો ફગાવ્યો છે. વિશ્વ જાણે છે કે મહામારી ચીનના વુહાનમાંથી આવી છે. નવી દિલ્હીની શ્રી બાલાજી એકશન મેડીકલ ઇન્સ્ટીટ્યુટમાં માઇક્રોબાયોલોજીના વરિષ્ઠ સલાહકાર જયોતિ મિશ્રાએ સોમવારે જણાવેલ કે ચીન દ્વારા કોઇ આધાર વિના આ વાત કહેવાય છે. મહામારીમાં એ પણ જોવું પડે કે તે કયાંથી શરૂ થઇ છે. ચિની વૈજ્ઞાનીકોએ એવું જણાવેલ કે વુહાનમાં કોરોના વિસ્ફોટથી ૩-૪ મહિના પહેલા જ ભારતમાં કોરોના સંક્રમણ ફેલાયેલા જે તાર્કિક ન હોવાનું પણ મિશ્રાએ જણાવેલ.

સીએસઆઇઆરના ડાયરેકટર ડો.શિખર પાંડેએ જણાવેલ કે લૈંસેટમાં પ્રકાશનના વિચાર કરવા માટે એક ચિની પત્ર રજુ કરેલે જેમાં દાવો કરાયેલ કે ભારતમાં કોરોનાની ઉત્પતી થયેલ. જેની હજી સુધી સમીક્ષા કરાય નથી.તેનું અધ્યયન ખરાબ છે અને તપાસમાં પણ કયાંય ઉભુ નહીં રહે.જ્યોર્જ ઇન્સ્ટીટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થના સીનીયર રિસર્ચ ફેલો ઓમેન જોને જણાવેલ કે વૈજ્ઞાનિક શોધોથી અત્યાર સુધીમાં આ સામે આવ્યું છે કે કોરોના વુહાનથી જ ફેલાયેલો છે. બીજી તરફ જીનીવામાં ડબલ્યુએચઓના ડાયરેકટર ટેડ્રોસ એડહૈનએ જણાવેલ કે કોરોનાના ઉદ્ગમ સ્થાન અંગે રાજનિતી ન થવી જોઇએ.

(2:45 pm IST)