મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

કોરોના રસીના બુકીંગ માટે વિશ્વના દેશો વચ્ચે હોડઃ ફાર્મા કંપનીઓને અરબોના ઓર્ડર

બધાને સમાન રીતે વેકસીન સ્ટોક દેવાના નિયમોને નજર અંદાજ કરી

નવી દિલ્હી તા. રઃ કોરોનાથી છુટકારો મેળવવા દુનિયાને હજી સુધી કોઇ રસી શોધાઇ નથી, પણ રસી બનાવનાર ફાર્મા કંપનીઓની માર્કેટીંગ અને તેના દાવોએ પ્રી-બુકીંગમાં જ કરોડો રૂપિયા કમાવાના શરૂ કરી દીધા છે. વિશ્વના લગભગ બધા મોટા દેશો વચ્ચે રસ્તાના બુકીંગ માટે હોડ લાગી છે. જેમાં ભારતે પણ ૧૮.પ ટકા રસીનો સ્ટોક પ્રી-બુક કરેલ છે.

૩ ફાર્મા કંપનીઓને અત્યાર સુધીમાં ૧૪૭ કરોડનો પ્રી બુકીંગ ઓર્ડર મળી ચૂકયો છે. જેમાં ૧૭ દેશોએ બુકીંગ કરાયું છે. સૌથી વધુ ઓર્ડર કેનેડાએ આપ્યો છે. ત્યાબાદ જાપાન, બ્રિટન અને અમેરિકાએ પણ મોટી સંખ્યામાં બુકીંગ કરાવ્યું છે. પ્રી બુકીંગ અંગે ઉત્સુકતા વચ્ચે આંતરરાષ્ટ્રીય નિયમો પણ તુટતા નજરે આવે છે. ડબલ્યુએચઓએ ૧૭ર દેશનું પ્લેટફોર્મ બનાવેલ જેથી બધાને સમાનરૂપે કોરોનાની રસી મળી શકે.ભારતે પ૦ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે જેને પુના સ્થિત સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા તૈયાર કરી રહી છે. જયારે જાપાને ૧૧૪.૬ કરોડ, બ્રીટને ૧૦૮.૭, અમેરિકાએ ૧૦૬.૬, ઓસ્ટ્રેલીયાએ ૮૭.૬, ચીલીએ ૬પ, સ્વીત્ઝરલેન્ડે ર૬, આર્જેન્ટીનાએ ર૪.૭, બ્રાઝીલે ર૩.૯, ઇન્ડોનેશીયાએ ૧૮.૭, પેરૂ ૧પ.પ ન્યુઝીલેન્ડે ૧પ.૩ અને ઇજીપ્તે ૧પ.ર ટકા ઓર્ડર છે. ભારતની માત્ર ૧૮.પ ટકા જ બુકીંગ છે. મજબુત અર્થતંત્રવાળા દેશોએ પોતાના માટે કરોડો-અરબો રૂપિયાની રસી અગાઉથી જ બુક કરી છે.

(2:44 pm IST)