મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

આસામના કોકરાઝારમાં મછીલી તળાવ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળ્યો

એકે-47 રાઇફલ, 7.62 મીમી પિસ્તોલના 290 જીવંત કારતુસ અને પોઇન્ટ 303 મીમીના 19 જીવંત કારતુસ મળ્યા

નવી દિલ્હી : પોલીસ ટીમે આ કાર્યવાહી હાથ ધરીને કોકરાઝાર જિલ્લા હેઠળ આવેલા કોકરાઝાર પોલીસ સ્ટેશન વિસ્તારના બાથોગુરી ગામના મછીલી તળાવ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો શોધી કાઢ્યો છે.

ઝડપાયેલા શસ્ત્રો અને દારૂગોળોમાં એકે-47 રાઇફલ, 7.62 મીમી પિસ્તોલના 290 જીવંત કારતુસ અને પોઇન્ટ 303 મીમીના 19 જીવંત કારતુસનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીટીસીની ચૂંટણીના પગલે બીટીસીના ચારેય જિલ્લામાં પોલીસનો સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. છેલ્લા 3 મહિના દરમ્યાન મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસ ડિરેક્ટર જનરલે બીટીસીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંગળવારે કોકરાઝારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સુરક્ષાની પરિસ્થિતિનો હિસ્સો લીધો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કોઈને ગડબડી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

(1:04 pm IST)