મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

અભયભાઈના માર્ગદર્શનમાં ૨૧૦ જુનિયર વકીલો તૈયાર થયેલા, ૨૦૦૨નો ગુલબર્ગ કેસ તેમણે જ લડ્યો હતો

કાયદાકીય આલમમાં પ્રખર ધારાશાસ્ત્રીની ગેરહાજરી સદા વર્તાશે : વર્ષો સુધી રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી, વકીલાતક્ષેત્રની લાંબી કારકિર્દીમાં મોટુ માન અને માન મેળવ્યુ હતું

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા.૨:  સૌરાષ્ટ્ર જ નહિ ગુજરાતના પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ગણપતરામ ભારદ્વાજએ  અચાનક આપણી વચ્ચે થી વિદાય લીધી. જન્મ ભૂમિ દક્ષિણ આફ્રિકા પરંતુ કર્મભૂમિ આપણું રાજકોટમાં સરસ્વતીની કૃપાથી વકીલ ની ડિગ્રી મેળવી તેમજ પત્રકારત્વ પર પણ હાથ અજમાવ્યો. ૧૯૮૦થી વકીલાત શરૂ કરનાર અભય ભાઈએ કયારેય પાછું વળીને નથી જોયું જેમની સાથે અન્યાય થયો હોઈ તેમની વારે સદા  ઉભા રહ્યા આશરે ૪૦ની વકીલાત કારકિર્દીમાં કાયદાકીય આલમમાં ખુબ જ મોટું માન અને નામ મેળવ્યુંમ. વર્ષો સુધી રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પદે રહ્યા અભય ભાઈની નીચે આશરે ૨૧૦ જેટલા જુનિયર ધરાવવાનો વિક્રમ પણ બોલે છે. શશીકાંત માળી ને ફાંસી ના માચડે ચડાવવામાં અભય ભાઈની મહત્વની ભૂમિકા રહી હતી, તેમજ લો એકટ વિરૂદ્ઘ પણ ઘણી ચળવળ અભય ભાઈના નામે બોલે છે. ૨૦૦૨ના ગુલબર્ગ કેસ પણ તેમણેજ લડ્યો હતો. રાજકોટના જે તે સમયના કલેકટર આઈ.એ.એસ પ્રદીપ શર્મા વિરૂદ્ઘના કેસમાં પણ પી.પી તરીકે પણ ફરજ બજાવી હતી.

એટલું જ નહિ વડાપ્રધાન શ્રીએ કાયદા પંચમાં અભય ભાઈની નિમણુંક કરી હતી.. તેમજ કેન્દ્રીય ઔદ્યોગિક જજો ની નિમણુંક પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી અને હાલમાં જ રાજય સભાના સાંસદ તરીકે સફર આગળ ધપાવી હતી પરંતુ કુદરત જાણે ક્રૂર બન્યો અને કોરોનાના નામે અભયભાઈને આપણી પાસેથી છીનવી લીધા.

(12:53 pm IST)