ઉતરપ્રદેશના ગોરખપુર વિસ્તારની હૈયુ હચમચાવતી ઘટના
હાય રે મજબુરી : માતાએ પોતાના પુત્રે ૧૦ હજારમાં વેંચી નાખ્યો
ગોરખપુરઃ નવજાત બાળક ગુમ થયાના હલ્લા વચ્ચે ખળભળાટ મચાવતી હકીકત સામે આવી છે. માતાએ જ નવજાત બાળકને ૧૦ હજારમાં વેચ્યાની વાત સામે આવતા ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.
પોલીસે આ મામલાનો ખુલાસો કરતા જણાવેલ આરોપી માતા અને બાળક ખરીદનાર મહિલા ઉપરાંત વચેટીયાની પર ધરપકડ કરાયેલ.
માતાએ ગરીબીના કારણે બાળક વેચ્યું હતું. ઉત્તરપ્રદેશના નૌસઢ બેલદારી ટોલેમાં રહેતા જયસિંહના ઘરે ૨૮ નવેમ્બરે કોહરામ મચી ગયેલ. જયસિંહ અને તેમના પત્ની શિમલા દેવી રોકક્કડ કરતા પાડોશીએ પુછતા પોતાનો પુત્ર ગાયબ થયાની વાત કહેલ. પોલીસને જાણ થતા આસપાસના સીસીટીવી ચેક કરતા તેમના હોશ ઉડી ગયેલ.
ફુટેજમાં શિમલા દેવી એક મહિલાની પાછળ જતી જોવા મળેલ. ત્યારબાદ સખ્તાઇથી પુછપરછ કરતા સીમલા દેવીએ સ્વીકારેલ કે તેણે શંભુસિંહના કહેવાથી ૧૦ હજારમાં એક મહિલાને પોતાનું બાળક વેચી દીધેલ. વચેટીયા શંભુસિંહનું સાસરૂ જયસિંહની બાજુમાં જ છે. તેણે જ સીમલા દેવીને પોતાનું બાળક રંભાને વેચવા રાજી કરેલ.
પોલીસે સીમલા દેવીના કહેલ જગ્યાએથી શંભુસિંહને પકડી પાડેલ. જ્યારે બાળક વિશુનપુર ખાતે રંભા પાસે હોવાનું કહેલ. રંભા દેવી બાળકને લઇને જીલ્લા હોસ્પિટલ આવી હતી.