મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજની ચિરવિદાયઃ વકીલોમાં ઘેરો શોક

સેંકડો-વકીલોના માર્ગદર્શક લો-કમિશનના સભ્ય-પરીશ્રમને જ કર્તવ્ય ગણનાર અભયભાઇના નિધનથી બાર એસો. વકીલમાં ભારે ગમગીની

રાજયસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વેળાની તસ્વીર.

રાજકોટ તા. ર :.. સૌરાષ્ટ્ર-ગુજરાતના પીઢ કાયદા તજજ્ઞ રાજયસભાના સભ્ય અભયભાઇ ભારદ્વાજે કોરોના સામે સતત જંગ ખેલીને ગઇકાલે હૃદયરોગના તિવ્ર હુમલાથી જીવનદિપ બુઝાયો સામાજીક - રાજકીય તેમજ ન્યાયક્ષેત્રે હમેંશા સબબ નેતૃત્વ કરનાર અભયભાઇ ભારદ્વાજના નિધનથી વકીલ આલમમાં ઘેરો શોક છવાયો છે.

સેંકડો વકીલોના માર્ગદર્શક અભયભાઇ ભારદ્વાજ કાયદાના ઉંડા અભ્યાસુ હતાં. લો-કમીશનના સભ્ય ટ્રીપલ તલ્લાક, સીવીલ કોડ સહિત અનેક બાબતોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અભયભાઇ ભારદ્વાજની ચિરવિદયાથી રાજકોટ જ નહી સૌરાષ્ટ્ર - ગુજરાતના ટોચના ધારાશાસ્ત્રી - વકીલ મંડળો શોકાતુર છે. અને શોક સંદેશ પાઠવ્યા છે.

સીનીયર ધારાશાસ્ત્રી મહર્ષીભાઇ પંડયાએ શોક સંદેશમાં જણાવ્યું છે કે સફળ એડવોકેટ તરીકે લાગણી અને સબંધોના માણસ અભયભાઇ ભારદ્વાજ હતાં. વકીલ તરીકેની તેમની સફળતામાં અથાક મહેનત - અગાઉ વાંચન અને અલૌકિક યાદદાશ મુખ્ય હતાં. અભયભાઇ ભારદ્વાજે કોઇપણ વિપરીત સંજોગોમાં પણ મગજ ઉપરનો કાબુ ગુમાવ્યા વગર નિર્ણયો કર્યા છે. ગીતાની દ્રષ્ટીએ અભયભાઇ ભારદ્વાજની કાર્યપધ્ધતી 'સ્થિતપ્રજ્ઞ' ની જેવી હતી. અભયભાઇ ભારદ્વાજ તેમના જીવનમાં મિત્રો અને અસીલો સાથેના વ્યવહારમાં કયારેય રાજકારણ લાવ્યા નથી. અંગત રીતે એક ઉમદા મિત્ર અન્નય કુશળ વરિષ્ઠ વ્યકિતત્વને ગુમાવ્યાનો અહેસાસ થાય છે. અભયભાઇના વ્યકિતત્વના મુખપત્રમાં તેઓ સંવેદનશીલ કર્તવ્યશિલ, વિચારશીલ ઉપરાંત અગત્યનું ચારિત્રયશિલ વ્યકિત ધરાવતા હતાં. મિત્રો સાથે વ્યવહાર સહજ હતો. અભયભાઇ ભારદ્વાજનો સીનીયર વકીલો પ્રત્યે આદર અભૂતપૂર્વ હતો.

સીનીયર ધારાશાસ્ત્રી લલીતસિંહ શાહીએ અભયભાઈ ભારદ્વાજના નિધન બદલ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરીને જણાવ્યુ છે કે મેં જીગરજાન મિત્ર ગુમાવ્યા છે. ૧૯૮૭માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષવતી વોર્ડ નં. ૧૩ની ટીકીટ અપાવવામાં અભયભાઈ ભારદ્વાજનો સિંહફાળો હતો. મહાનગરપાલિકામાં ૫ વર્ષ સુધી કાયદા-નિયમન સમિતિના ચેરમેન તરીકે સતત પાંચ વર્ષ સુધી રહ્યો હતો. સ્વ. ચિમનકાકા, અભયભાઈનું માર્ગદર્શન મુખ્ય હતું. અભયભાઈની વિદાય અમારા સમગ્ર શાહી પરિવાર ભારદ્વાજ પરિવારને દુઃખ અને લાગણી વ્યકત કરે છે. અભયભાઈ ભારદ્વાજ કાયદાના ઉંડા અભ્યાસુ હતુ. વકીલો પ્રત્યે તેઓને ખૂબ આદર હતો. અભયભાઈ ભારદ્વાજના નિધનથી ન્યાય ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

રાજકોટ :.. રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજનો જીવનદીપ બુઝાયો છે. તેમની સાથે વર્ષોથી ન્યાયક્ષેત્રે કાર્યરત જાણીતા ધારાશાસ્ત્રી અનિલભાઇ દેશાઇએ  શોક સંદેશમાં જણાવ્યુ છે કે અભયભાઇ ભારદ્વાજ પરીશ્રમને કર્તવ્ય ગણીને જીવન જીવ્યુ હતું.

અનિલભાઇ દેશાઇએ જણાવ્યુ છે કે અભયભાઇ ભારદ્વાજ વકીલાત તેમજ રાજકીય ક્ષેત્રે ખુબ જ મહેનત કરી આગળ આવેલ. આરએસએસના પાયાના સ્વંયસેવકથી લઇ રાજયસભાના સાંસદ તરીકે ઉચ્ચ વિચારો સાથે સાદગી ભર્યુ જીવન, માયાળુ, સ્વભાવ, લાગણીશીલ સ્વભાવ હતો. અભયભાઇ ભારદ્વાજ કાયદાના ઉંડા અભ્યાસુ હતાં. અનેકને મદદરૂપ થતા અભયભાઇ ભારદ્વાજની વિદાયથી વકીલાત ક્ષેત્રે તેમની વિદાય અને ખોટ કાયમી રહેશે.

રાજકોટ : સીનીયર રેવન્યુ એડવોકેટ વી. એમ. પટેલે પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના દુઃખદ અવસાનથી ઘેરો શોકની  લાગણી વ્યકત કરતા હૃદયપૂર્વક શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું કે તેઓની વસમી વિદાયથી રાજકોટ તથા સૌરાષ્ટ્રની પ્રજા અને વકીલ ક્ષેત્રે તેજસ્વી રત્ ન ગુમાવ્યું છે.

તેમની ખોટ કદી ભરાશે નહીં. તેમના વિશે લખવામાં શબ્દ કોષ ટૂંકો પડે તેટલા કાર્ય સમાજના તમામ વર્ગના લોકોના કરેલ છે. પ્રજાના પ્રશ્નો હોય કે કાનુની પ્રશ્નોના જવાબ તેઓની પાસેથી મળી રહેતાં.

જાણીતા ધારાશાસ્ત્રી કમલેશભાઇ શાહે અભયભાઇ ભારદ્વાજના નિધન બદલ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરીને બે પેઢીનો મજબુત સબંધ છે. અભયભાઇ ભારદ્વાજ હમેંશા ઉપયોગી થતા આવેલ. કાયદાના ઊંડા અભ્યાસુ અભયભાઇની ચિરવિદાયથી કાયદા ક્ષેત્રે ખોટ કાયમી રહેશે.

ભાજપ લીગલ સેલના કન્વીનર એડવોકેટ હિતેશ દવેએ જણાવ્યુ છે કે અભયભાઈ ભારદ્વાજના અવસાનથી ભારદ્વાજ પરિવાર સાથે ભાજપ પરિવારને મોટી ખોટ પડેલ છે. આરએસએસ- ભાજપ લીગલ સેલ સાથે કામ કરવાની મને તક મળેલ હતી. ત્યારે કાયમી સંગઠન વિશેનો વાર્તાલાપ હોય કે કાયદા શાખાનો તેઓને ખૂબ ઉંડો અભ્યાસ હતો.  એક સારા વાંચક હોવાથી તેમની પાસે ખૂબ જ્ઞાન હતુ. અભયભાઈ ભારદ્વાજના નિધનથી જાહેર જીવન કાયદા તેમજ રાજકીય ક્ષેત્રે ખોટ પડી છે.

પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના અવસાનથી કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. કાયદાના ઉંડા અભ્યાસુ - જાહેર જીવનની સ્વચ્છ પ્રતિભા અભયભાઈ ભારદ્વાજની ચિરવિદાયથી માત્ર વકીલ જ નહી સમાજને પણ ખોટ પડી છે.

અભયભાઈ ભારદ્વાજ એક અલગ જ અને ઉર્જાસભર વ્યકિતત્વ ધરાવતા હતા. તેઓની વિદાય હજુ દિલ માનતુ નથી. અભયભાઈ કાયમી મારા માર્ગદર્શક રહ્યા છે. તેમની હિંમત અને પ્રેરણા જીવન જીવવાનો એક કાયમી સ્ત્રોત બની રહેશે. મારી વકીલાતની કારકિર્દીમાં અભયભાઈની જીવન પદ્ધતિ એક ખૂબ જ ગુરૂ સમાન રહેલ છે. વકીલાતના ક્ષેત્રમાં અભયભાઈએ યુવાન વકીલોને ખૂબ જ કાયદા અને જીવનના જ્ઞાનનું ભાણુ પીરસ્યુ છે.

રાજકોટ :.. રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજનો જીવનદીપ બુઝાયો છે. તેમની સાથે વર્ષોથી ન્યાયક્ષેત્રે કાર્યરત જાણીતા ધારાશાસ્ત્રી અનિલભાઇ દેશાઇએ  શોક સંદેશમાં જણાવ્યુ છે કે અભયભાઇ ભારદ્વાજ પરીશ્રમને કર્તવ્ય ગણીને જીવન જીવ્યુ હતું.

અનિલભાઇ દેશાઇએ જણાવ્યુ છે કે અભયભાઇ ભારદ્વાજ વકીલાત તેમજ રાજકીય ક્ષેત્રે ખુબ જ મહેનત કરી આગળ આવેલ. આરએસએસના પાયાના સ્વંયસેવકથી લઇ રાજયસભાના સાંસદ તીકે ઉચ્ચ વિચારો સાથે સાદગી ભર્યુ જીવન, માયાળુ, સ્વભાવ, લાગણીશીલ સ્વભાવ હતો. અભયભાઇ ભારદ્વાજ કાયદાના ઉંડા અભ્યાસુ હતાં. અનેકને મદદરૂપ થતા અભયભાઇ ભારદ્વાજની વિદાયથી વકીલાત ક્ષેત્રે તેમની વિદાય અને ખોટ કાયમી રહેશે.

ભાજપ લીગલ સેલના કન્વીનર એડવોકેટ હિતેશ દવેએ જણાવ્યુ છે કે અભયભાઇ ભારદ્વાજના અવસાનથી ભારદ્વાજ પરિવાર સાથે ભાજપ પરિવારને મોટી ખોટ પડેલ છે. આરએએસ ભાજપ લીગલ સેલ સાથે કામ કરવાની મને તક મળેલ હતી. ત્યારે કાયમી સંગઠન વિશેનો વાર્તાલાપ હોય કે કાયદા શાખાનો તેઓ ખૂબ ઉંડા અભ્યાસુ હતા એક સારા વાંચક હોવાની તેમની પાસે ખુબ જ્ઞાન હતું. અભયભાઇ ભારદ્વાજના નિધનથી જાહેર જીવન કાયદા તેમજ રાજકીય ક્ષેત્રે ભારે ખોટ પડી છે.

સીનીયર ધારાશાસ્ત્રી મહર્ષીભાઇ પંડયાએ શોક સંદેશમાં જણાવ્યું છે કે સફળ એડવોકેટ તરીકે લાગણી અને સબંધોના માણસ અભયભાઇ ભારદ્વાજ હતાં. વકીલ તરીકેની તેમની સફળતામાં અથાક મહેનત - અગાઉ વાંચન અને અલૌકિક યાદદાશ મુખ્ય હતાં. અભયભાઇ ભારદ્વાજે કોઇપણ વિપરીત સંજોગોમાં પણ મગજ ઉપરનો કાબુ ગુમાવ્યા વગર નિર્ણયો કર્યા છે. ગીતાની દ્રષ્ટીએ અભયભાઇ ભારદ્વાજની કાર્યપધ્ધતી 'સ્થિતપ્રજ્ઞ' ની જેવી હતી. અભયભાઇ ભારદ્વાજ તેમના જીવનમાં મિત્રો અને અસીલો સાથેના વ્યવહારમાં કયારેય રાજકારણ લાવ્યા નથી. અંગત રીતે એક ઉમદા મિત્ર અન્નય કુશળ વરિષ્ઠ વ્યકિતત્વને ગુમાવ્યાનો અહેસાસ થાય છે. અભયભાઇના વ્યકિતત્વના મુખપત્રમાં તેઓ સંવેદનશીલ કર્તવ્યશિલ, વિચારશીલ ઉપરાંત અગત્યનું ચારિત્રયશિલ વ્યકિત ધરાવતા હતાં. મિત્રો સાથે વ્યવહાર સહજ હતો. અભયભાઇ ભારદ્વાજનો સીનીયર વકીલો પ્રત્યે આદર અભૂતપૂર્વ હતો.

રાજકોટ : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર અને પૂર્વ શહેર મહેશભાઇ રાજપૂતે અભયભાઇ ભારદ્વાજને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, તેઓની વસમી વિદાયથી સમાજ, વકીલ આલમ અને રાજકોટ સૌરાષ્ટ્રએ એક અનમોલ રત્ન ગુમાવ્યું છે. જેની ખોટ આવનારા ભવિષ્યના દિવસોમાં કયારેય પૂરી નહિ શકાય.

(2:48 pm IST)