મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

જાતિ કે ધર્મનું ધ્યાન રાખ્યા વગર પોતાની પસંદગીની વ્યકિત સાથે લગ્ન કરવા એ જે તેનો બંધારણીય મૌલિક અધિકાર છે

કર્ણાટક હાઈકોર્ટની મહત્વની ટિપ્પણીઃ પોતાની પસંદગીના સાથી સાથે લગ્ન કરવાનો દરેકને હક્ક છે

બેંગ્લોર, તા. ૨ :. કર્ણાટક હાઈકોર્ટનંુ કહેવુ છે કે જો બે સગીર પોતાની મરજીથી લગ્ન કરવા ઈચ્છે તો તે તેમનો બંધારણીય મૌલિક અધિકાર છે. હાલમાં જ અલ્હાબાદ અને દિલ્હી હાઈકોર્ટે પણ આ મુજબ જણાવ્યુ છે. એવામાં જ્યારે કર્ણાટક સરકાર કથીત લવજેહાદને લઈને કાયદો લાવવાની છે ત્યારે આ આદેશ મહત્વનો બની જાય છે.

બેંગ્લોરમાં રહેતા એચ.બી. વાહીદખાનની અરજી પર સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે કહ્યુ હતુ કે વ્યકિતગત સંબંધોમાં આ સ્વતંત્રતાનુ અતિક્રમણ કોઈ પણ કરી ન શકે પછી ભલે તે કોઈ જાતિ કે ધર્મના હોય. જસ્ટીસ સુજાતા અને સચિન શંકરની બેન્ચે બે સોફટવેર પ્રોફેશ્નલોની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં વાહીદે રામીયા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. રામીયા એ સમયે મહિલા દક્ષતા સમિતિમાં રાખવામાં આવી હતી. રામીયાનંુ કહેવુ હતુ કે મારા માતા-પિતા લગ્નની વિરૂધ્ધમાં છે જ્યારે વાહીદની માને કોઈ વાંધો નહોતો. વાહીદે પોતાની અરજીમાં રામીયાની મુકિત માટે માંગ કરી હતી.

કોર્ટે કહ્યુ હતુ કે એ સારી રીતે નક્કી થયેલુ છે કે કોઈપણ સગીર વ્યકિત પોતાની પસંદગીના વ્યકિત સાથે લગ્ન કરવાનો અધિકાર બંધારણ હેઠળ મળેલો મૌલિક અધિકાર છે.

(11:10 am IST)