મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

સમગ્ર વિશ્વ કોરોનાના જડબામાં: ૬.૪૧ કરોડ કેસઃ કુલ ૧૪.૮૬ લાખના મોતઃ ભારતમાં કુલ કેસ ૯૫ લાખની નજીક

ભારતમાં ૨૪ કલાકમાં ૩૬૬૦૪ કેસઃ ૫૦૧ લોકોના મોતઃ કુલ મૃત્યુઆંક ૧૩૮૧૨૨: એકટીવ કેસ ૪૨૮૬૪૪

નવી દિલ્હી, તા. ૨ :. દેશમાં કોરોનાની રફતાર ઘટી છે પરંતુ સંકટ હજુ પુરૂ થયુ નથી. દેશના અનેક રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ પહેલા કરતા ઉપર ચડી રહ્યો છે. ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ કુલ દર્દીઓની સંખ્યા ૯૫ લાખથી નજીક પહોંચી ગઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૬૬૦૪ નવા કેસ આવ્યા છે અને ૫૦૧ લોકોના મોત થયા છે. આ સાથે કુલ કેસ ૯૪૯૯૪૧૩ થયા છે અને કુલ મૃત્યુઆંક ૧૩૮૧૨૨ થયો છે. દેશમાં એકટીવ કેસ ૪૨૮૬૪૪ છે. અત્યાર સુધીમાં ૮૯૩૨૬૪૭ લોકો રીકવર થયા છે. દિલ્હીમાં ૨૪ કલાકમાં ૪૦૦૬ નવા કેસ આવ્યા અને ૮૬ લોકોના મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૪૯૩૦ નવા કેસ આવ્યા અને ૯૫ના મોત થયા છે.

વિશ્વની વાત કરીએ તો ૬૪૧૯૪૬૯૨ કુલ કેસ છે અને કુલ મૃત્યુઆંક ૧૪૮૬૮૨૯ છે. અત્યાર સુધીમાં ૪૪૪૪૨૧૦૯ રીકવર થયા છે અને એકટીવ કેસ ૧૮૨૬૫૭૫૪ છે.

બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૭ના લોકોના મોત થયા છે તો પાકિસ્તાનમાં ૬૭ લોકોના મોત થયા છે. મેકસીકોમાં ૧૯૬ લોકોને ૨૪ કલાકમાં કોરોના ભરખી ગયો છે.

(10:41 am IST)