મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

સોનાએ ચળકાટ ગુમાવ્યોઃ ભાવ પાંચ મહિનાના નિચલા સ્તર પર

વેક્સિનની આશાએ અર્થવ્યવસ્થામાં સુધારાની અપેક્ષા : લોકો સોનામાંથી પૈસા પાછા ખેંચે છે અને શેરબજારમાં વધુ વળતરની આશાએ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧ : દેશમાં કોવિડ -૧૯ વેક્સીન આવે તેવી અપેક્ષા સાથે અર્થવ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો થઇ રહ્યો છે. કોરોના વેક્સીનના સમાચારોએ સલામત રોકાણની મિલકતોને અસર કરી છે. સોમવારે સોનાના દર ૫ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. આ સમયે રોકાણકારો સોનામાં પૈસા ઉપાડીને શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે સોનાના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોના વેક્સીનના સમાચારોના કારણે આર્થિક સુધારાને કારણે ઉત્પન્ન થયેલા આશાવાદને કારણે વિશ્વભરના શેર બજારનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. સોનું ૨ જુલાઈના નીચા સ્તરે પહોંચ્યું હતું.

સોમવારે સોનું ૦.૮ ટકા ઘટીને ૧,૭૭૪.૦૧ ડૉલર પ્રતિ ઔંસ થયું હતું અને આ મહિને આ સોનું ૫.૬ ટકા ઘટી ગયું હતું. આ સાથે, કિંમતી ધાતુએ ૨ જુલાઈ પછીના સૌથી નીચા સ્તરે. ૧,૭૬૪.૨૯ ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યું હતુ.

અમેરિકન ગોલ્ડ ફ્યુચર ૦.૬ ટકા ઘટીને ૧,૭૭૧.૨૦ ડોલર પ્રતિ ઔંસ થયું હતું નિષ્ણાત ક્રેગ અરલમે કહ્યું કે, કોરોના વેક્સીનના સમાચારોને કારણે બજારમાં ઘણો આશાવાદ જોવામાં આવ્યો છે સલામત રોકાણ અને વળતર ઇચ્છતા લોકો સંપત્તિમાંથી કેટલોક ઉપાડ જોઈ રહ્યા છે અને આ વસ્તુઓ સોનાના ભાવમાં પ્રતિબિંબિત થાય છે. લોકો સોનામાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને શેરબજારમાં વધુ વળતરની આશાએ રોકાણ કરી રહ્યા છે.

આરબીસી વેલ્થ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ ઝિરોએ જણાવ્યું હતું કે રોકાણકારો તેમના પૈસા સોનામાંથી પાછા ખેંચી રહ્યાછે.રોકાણકારો આશા રાખે છે કે વેક્સીન રજૂ થયા પછી તમેબજારમાં સારી વૃદ્ધિ જોઈ શકોછો.

(12:00 am IST)