મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

અમેરિકાના નાગરિકો સાથે ફ્રોડ કર્યાનો આરોપ કબૂલ : દિલ્હીમાં ટેલીમાર્કેટિંગ કોલ સેન્ટર ચલાવતા ભારતના નાગરિક અજય શર્માએ આરોપ કબુલ્યો : 20 વર્ષ સુધીની જેલસજા થઇ શકે

વોશિંગટન :  દિલ્હીમાં એપીએસ ટેક્નોલોજી ના માલિક , ટેલીમાર્કેટિંગ  કોલ સેન્ટર ચલાવતા ભારતના નાગરિક  અજય શર્માએ અમેરિકાના નાગરિકો સાથે ફ્રોડ કર્યાનો આરોપ કબૂલ કરી લીધો છે.તેના ઉપર હજારો અમેરિકન નાગરિકો સાથે ફ્રોડ કર્યાનો આરોપ હતો.

શર્માને  20 વર્ષ સુધીની જેલસજા થઇ શકે , ઉપરાંત તેને 25 લાખ ડોલરનો દંડ થઇ શકે.તેમજ તેની 1,005,421 ડોલર જેટલી કિંમત ધરાવતી સંપત્તિ જપ્ત થઇ શકે.

ઓક્ટોબર 2018 ની સાલમાં તેની ધરપકડ થઇ હતી.વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તેણે ગુનો કબૂલ કરી લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)