મુખ્ય સમાચાર
News of Monday, 2nd December 2019

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ જૂનો આતંકી અડ્ડો મળ્યો : સેનાએ AK-47 રાઇફલ્સ અને વિસ્ફોટકો જપ્ત કર્યા

AK-47 રાઇફલ્સ, 2000 રાઉન્ડ ગોળી, સેટેલાઈટ ફોન સહિત કેટલાક વિસ્ફોટકો જપ્ત

શ્રીનગર :આર્ટિકલ 370 દૂર કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામેનું ઓપરેશન તેજ બની રહ્યું છે. કેટલાક દેશદ્વોહીઓ કેન્દ્ર સરકારના આ પગલાનો વિરોધ કરતા હતા, પરંતુ તેમને હવે સમજી લેવું જોઇએ કે ભારતીય સેના કેવી રીતે આતંકીઓનો ખાત્મો કરી રહી છે, સેનાને છૂટ આપ્યાં પછી અહી અનેક આતંકીઓનો ખાત્મો કરાયો છે, બારામૂલા જિલ્લામાંથી એક એવો આતંકી અડ્ડો મળી આવ્યો છે, જ્યાં હથિયારો છુપાવવામાં આવતા હતા, ભારત પર અહીથી જ આતંકી હુમલાઓનું પ્લાનિંગ થતુ હતુ, અહીથી AK-47 રાઇફલ્સ, 2000 રાઉન્ડ ગોળી, સેટેલાઈટ ફોન સહિત કેટલાક વિસ્ફોટકો જપ્ત કરાયા છે.

આ વિસ્તારમાં સેના દ્વાર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ, ત્યારે આ અડ્ડાની સેનાને માહિતી મળી હતી, જો કે આર્મીના જવાનો પહોંચે તે પહેલા જ આતંકવાદીઓ અહીથી ફરાર થઇ ગયા હતા, 32 રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ, સીઆરપીએફની 92 બટાલિયનના સંયુક્ત ઓપરેશન પછી કોઇ મોટા હુમલાને રોકી શકાયો છે,અહીથી મળેલા હથિયારોના જથ્થા પરથી નક્કિ છે કે આતંકીઓ કોઇ મોટા હુમલાનું આયોજન કરી રહ્યાં હતા.

(12:00 am IST)