મુખ્ય સમાચાર
News of Saturday, 2nd December 2017


નોટબંધી પછી કેટલાં યુનિટ બંધ થયાં, જાણો શું કહે છે હરીશ રાવત

રાજકોટની મુલાકાતે આવેલા ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવતે સંબોધેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. દેશમાં ખેડૂતોની હાલત કફોડી છે. નાના વેપારીઓ અને નાના ઉદ્યોગકારો પરેશાન છે. તેમણે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું હતું કે નોટબંધી પછી 45 લાખ યુનિટો બંધ થયા.

રાવતે નોટબંધી પર જેમજ મોદીની ટિક્ટેટરશીપ પ્રહાર કરતાં કહ્યું હતું કે ગુજરાત લોકતંત્રને શક્તિ આપશે. વધુંમાં કહ્યું કે વર્તમાન સરકારમાં મોંઘવારી વધી છે. ગેસનાં ભાવ સતત વધી રહ્યાં છે. કૃષિક્ષેત્રમાં ગ્રોથ આજે 1.7% છે.

 

(11:58 pm IST)