એરટેલની નવી ઓફર, ૧૯૯ રૂપિયામાં અનલિમિટેડ કોલ અને 28 GB ડેટા
અનલિમેટેડ કોલ અને રોજ 1GB ડેટા મળશે
મુંબઇ તા. ૨ : રિલાયન્સ જિયો અને વોડાફોન જેવી કંપનીઓને ટક્કર આપવા માટે એરટેલે ૧૯૯ રૂપિયામાં નવી રીચાર્જ ઓફર લોન્ચ કરી છે. ૧૯૯ રૂપિયાની પ્રીપેડ પેકની વેલિડિટી ૨૮ દિવસની છે. આ પહેલા વોડાફોને પણ ૧૯૯ રૂપિયાની કિંમતમાં આવી જ ઓફર લોન્ચ કરી હતી.
નવી ઓફરમાં એરટેલ પોતાના પ્રીપેડ ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ, રોમિંગ પર અનલિમિટેડ કોલ, અનલિમિટેડ લોકલ અને નેશનલ એસએમએસ અને ૧ જીબી 3G/4G ડેટા પ્રતિદિવસ મળશે. ૧૯૯ રૂપિયાના આ પેકની વેલિડિટી ૨૮ દિવસ છે. એરટેલના નવા તેમજ જૂના ગ્રાહકોને આ ઓફરનો લાભ મળશે.
૧૯૯ રૂપિયાવાળા રીચાર્જ પેક પસંદગીના સર્કલ માટે જ ઉપલબ્ધ છે. આ સર્કલનું લિસ્ટ વેબસાઈટ પર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય સર્કલમાં બાકી સબ્સક્રાઈબર માટે માય એરટેલ એપ દ્વારા રીચાર્જ પર આ ઓફર ઉપલબ્ધ નથી. જેના માટે એરટેલની સાઈટ પર જઈને પેકને એકિટવેટ કરી શકાશે.