મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd November 2021

દિલ્હી રમખાણો : વિરોધ બિન સાંપ્રદાયિક હતો ચાર્જશીટ સાંપ્રદાયિક છે : CAA નો વિરોધ કરવા બદલ UAPA હેઠળ ધરપકડ કાયેલા ઉમર ખાલિદના એડવોકેટની દિલ્હી કોર્ટમાં દલીલો

ન્યુદિલ્હી : ફેબ્રુઆરી 2020 ના દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કાયેલા ઉમર ખાલિદના એડવોકેટ ત્રિદીપ પૈસએ દિલ્હી કોર્ટમાં દલીલો કરતા જણાવ્યું હતું કે વિરોધ બિનસાંપ્રદાયિક હતો જયારે ચાર્જશીટ સાંપ્રદાયિક છે .તેમણે ચાર્જશીટમાં રહેલી વિસંગતતાઓ અને વિરોધાભાસો પર વારંવાર ભાર મૂક્યો હતો.

એડવોકેટે ઉમેર્યું હતું કે સંખ્યાબંધ વ્યક્તિઓએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો અને વિરોધ  બિનસાંપ્રદાયિક હતો. હકીકતમાં તેની સામેની ચાર્જશીટ સાંપ્રદાયિક હતી .આરોપીને કોઈ હિંસા અથવા અન્ય કારણોસર જવાબદાર ઠેરવી શકાય તેમ નથી અને તેઓને આરોપી બનાવવા માટે કોઈ તર્કસંગત આધાર નથી.

વરિષ્ઠ વકીલે સેશન્સ જજ અમિતાભ રાવતને ચાર્જશીટમાં કથિત વિરોધાભાસો વિશે પણ જણાવ્યું, એ તરફ ધ્યાન દોર્યું કે કેવી રીતે ખાલિદ પર એક WhatsApp જૂથ શરૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેનો તે સભ્ય પણ ન હતો.
દલીલો 8 નવેમ્બરે ચાલુ રહેવાની છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:20 pm IST)